તું પોલીસને બાતમી કેમ આપે છે’ કહીં યુવકને ધમકી - At This Time

તું પોલીસને બાતમી કેમ આપે છે’ કહીં યુવકને ધમકી


શહેરનાં એકતા સોસાયટી કવાર્ટરમાં રહેતો યુવક જામીન પર મુક્ત થયાં પછી તેનુ બાઈક લેવા મિત્રના ઘરે ગયો હતો. બાદ મિત્રએ વોટસએપમાં ફોન કરીને પોલીસને બાતમી આપવા માટે મારા ઘરે કેમ આવે છે કહીં યુવકને ધમકી આપી હતી.
શહેરનાં એકતા સોસાયટી કવાર્ટર નં-797મા રહેતા અવેશ અજીતભાઇ બેલીમ (ઉ.વ.23)એ આરોપી કુવાડવા રોડ પંજપીરની દરગાહ પાસે રહેતા ફારૂક કટારીયા સામે ગાંધીગ્રામ પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું કે, આજથી ત્રણેક મહિના પહેલા હું તથા મારા અન્ય મિત્રો ફારૂક કટારીયા તથા સમીર મુસાણી તથા સોહીલ 2ફાઇ તથા અરબાઝ ઉર્ફે રઇશ રાત્રીના બાર વાગ્યા આસપાસ મછાભાઇ ભરવાડની હોટલે ઉભા હતા ત્યારે આ લોકોએ કોઇ અજાણા લોકો સાથે ઝઘડો કરતા હું ત્યાથી ભાગી ગયેલ હતો અને મારૂ મોટર સાયકલ અરબાઝ ઉર્ફે રઈશ ભગવતીપરાની બાજુમાં રહેતો હોય તેને ત્યાં રાખેલ હતુ. જે મોટર સાયકલ ફારુક લઇ ગયેલ હતો. બાદ અમારા બધા પર ફરિયાદ થયેલ હોય જે ગુનામાં પોલીસે મારી ધરપકડ કરી હતી. હું જામીન પ2 છુટીને મારૂ મોટર સાયકલ ફારુકના ઘરેથી લઇ આવેલ બાદ ગત રોજ બપોરના પોણા ત્રણ વાગ્યા આસપાસ ફારૂકે મારા વોટસએપમાં ફોન કરીને તું પોલીસને બાતમી આપવા માટે મારા ઘરે કેમ આવે છે. હવે આવીશ તો તારા ટાંગા ભાગી નાખીશ. તેમ કહીં મને અપશબ્દ બોલી મારી નાખવાની ધમકી આપી હતી. ગાંધીગ્રામ પોલીસે આરોપીને પકડવા તજવીજ હાથ ધરી હતી


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.