ડીસા કોલેજના ખેલાડીઓ ભારત સરકારના આર્મી વિભાગમાં અગ્નીવિર તરીકે નોકરીમાં ભરતી થયા - At This Time

ડીસા કોલેજના ખેલાડીઓ ભારત સરકારના આર્મી વિભાગમાં અગ્નીવિર તરીકે નોકરીમાં ભરતી થયા


ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસા ના ખેલાડીઓ રમતગમત ક્ષેત્રે પોતાની સખત મહેનતના કારણે ઉચ્ચકક્ષાનું પરફોર્મન્સ આપીને યુનિવર્સિટીમાં પોતાનું નામ રોશન કરતા હોય છે એમ આ વર્ષે ભારત સરકારના આર્મી વિભાગ દ્વારા આયોજિત અગ્ની વીર ભરતીમાં ડીસા કોલેજના ખેલાડી સોલંકી મહેશ હૈદરાબાદ ખાતે તથા પરમાર વિરમ અને સોલંકી કંચન અહમદનગર મહારાષ્ટ્ર ખાતે આર્મીમાં નોકરીમાં જોડાઈને કોલેજનું અને શહેરનું નામ રોશન કરેલ છે આ ત્રણેય ખેલાડીઓને ડીસા કોલેજના પ્રિન્સિપાલશ્રી ટ્રસ્ટીશ્રીઓએ અને સ્પોર્ટ્સ વિભાગના અધ્યક્ષ ડૉ.આર ડી ચૌધરીએ દેશની સેવાઓમાં જોડાવવા બદલ શુભેચ્છાઓ પાઠવી ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.