હળવદના સુખપર ગામ નજીક આવેલ કનૈયા હોટલ ખાતે ડીઝલ ચોરીનો હળવદ પોલીસ એ કર્યો પર્દાફાશ - At This Time

હળવદના સુખપર ગામ નજીક આવેલ કનૈયા હોટલ ખાતે ડીઝલ ચોરીનો હળવદ પોલીસ એ કર્યો પર્દાફાશ


છ ઇસમો સહિત 20 લાખથી વધુ નો મુદ્દા માલ જપ્ત

આ બનાવની હળવદ પોલીસ પાસેથી જાણવા મળતી વિગતો મુજબ હળવદના સુખપર ગામ નજીક આવેલ કનૈયા હોટલ ખાતે હોટલના માલિક તથા હોટલના કામદાર ટ્રેલરના ડ્રાઈવરો સાથે મળી ગુનાહિત કાવતરું રચી ટ્રક ટ્રેલરના માલિક સાથે વિશ્વાસઘાત કરી હોટલ માલિક તથા હોટલના કામદાર ડ્રાઇવરો પાસેથી ડીઝલ ટાંકી માંથી ડીઝલની ચોરી કરી કરાવી ડ્રાઇવરો પાસેથી ઓછી કિંમતે ડીઝલની ખરીદી કરી પોતે ખરીદ કરેલ ડીઝલ પોતાના હવાલા વાળી હોટલમાં સંગ્રહ કરી અલગ અલગ વાહનોમાં બજાર ભાવ કરતા ઓછી કિંમતે વેચી આપી માણસોની જિંદગી જોખમાય તે રીતે ફાયર સેફ્ટીના કોઈ પણ સાધનો કે લાયસન્સ પરમિટ વગર ડીઝલનો સંગ્રહ કરી પોતાના હવાલા વાળી હોટલમાં રાખી વેચાણ કરી કરાવી ગુનો આચરેલ જેમાં પોલીસે રેડ કરતા બે ટ્રેલર એક મોટરસાયકલ મોબાઈલ ફોન પ્લાસ્ટિકના અલગ અલગ ગરબા પ્લાસ્ટિકની નળી નળી કુલ રૂપિયા 20 46,420 નો મુદ્દા માલ કબજે કરી છ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ કામગીરીમાં હળવદ પીઆઇ ડીએમ ઢોલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીપી વ્યાસ તથા સર્વેન્સ ની ટીમ જોડાઈ હતી.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.