રાજકોટમાં એન.એન.પ્રેટોકેમિકલ પર સર્ચ ઓપરેશન હાથ ધરાયું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ulob1z5gcxyakpvh/" left="-10"]

રાજકોટમાં એન.એન.પ્રેટોકેમિકલ પર સર્ચ ઓપરેશન હાથ ધરાયું


રાજકોટ ખાતે આવકવેરા વિભાગની ટીમ દ્વારા એન.એન પેટ્રોલિયમ સહિતના બે સ્થળો પર અસર ઓપરેશન વહેલી સવારથી હાથ ધાર્યું છે અને એ વાતની શક્યતા પણ સેવામાં આવી રહી છે કે આગામી દિવસોમાં આ અસર ચોપરેશન મારફતે ખૂબ મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો સામે આવશે.
પ્લાસ્ટિકના દાણા સહિતના અન્ય વ્યવસાય સાથે જોડાયેલી એનએન પેટ્રોકેમિકલ ઉપર આવકવેરા વિભાગની બાજ નજર હતી પરિણામે આ જ વહેલી સવારથી જ આવકવેરા વિભાગની ટીમ દ્વારા સરજ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે અને દરેક પ્રકારના ડેટાનો હાલ અભ્યાસ પણ કરવામાં આવી રહ્યો છે. એટલુંજ નહીં ડિજિટલ ડેટા પણ અધિકારીઓ દ્વારા સિઝ કરવામાં આવ્યો છે. કંપનીના માલિક મોહસીન પટેલની સાથોસાથ કંપનીના અન્ય ભાગીદારો તથા સલગ્ન પેઢીઓ ઉપર ઇનકમટેક્સની ટીમે દરોડા પાડ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ એ વાત ઉપર પણ હાલ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે કે કંપની દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં કરચોરી કરવામાં આવી હતી અને અનેક રોકડ વ્યવહાર અને બે નામી રૂપે ઉપયોગમાં લેવાયા હતા ત્યારે આ તમામ વાતોની ગંભીરતાને ધ્યાને લઈ આકવેરા વિભાગની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
એન.એન પેટ્રોકેમિકલ ઉપર પાડવામાં આવેલા દરોડામાં રાજકોટની ટીમ સહિત અન્ય અધિકારીઓ પણ જોડાયા છે ત્યારે પેટ્રોકેમિકલ કંપની ઉપર દરોડા પડતા જ અન્ય ઉદ્યોગકારોમાં ફફડાટ અને ડર વ્યાપી ગયો છે. આ સર્ચ ચોપરેશન હજુ કેટલા દિવસ ચાલે તેનો કોઈ અંદાજ નથી અને આ મુદ્દે આવકવેરા વિભાગના ઇન્વેસ્ટિગેશન વિંગના અધિકારીઓએ પણ મૌન સેવી લીધું છે પરંતુ એ વાત સ્પષ્ટ છે કે હજુ પણ બે થી ત્રણ દિવસ એન.એન પેટ્રોકેમિકલ ઉપર દરોડા ચાલુ રહે તો નવાઈ નહીં. રાજકોટ ખાતે આવેલા અયોધ્યા ચોક વિસ્તારમાં ટાઈમ સ્ક્વેર બિલ્ડિંગમાં એનએન પેટ્રોકેમિકલ્સની ઑફિસની સાથે વધુ એક સ્થળ ઉપર પણ ટીમે વહેલી સવારથી ધામા નાખ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]