કારના દરવાજા પર બેસી હાઈવે પર જોખમી સ્ટંટ - At This Time

કારના દરવાજા પર બેસી હાઈવે પર જોખમી સ્ટંટ


સોશિયલ મીડિયામાં સીનસપાટા કરતો વીડિયો વહેતો કરવાનો છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં જાણે ટ્રેન્ડ શરૂ થયો હોય તેમ જિંદગીને જોખમમાં મૂકી સ્ટંટના એક પછી એક વીડિયો સોશિયલ મીડિયામાં ફરતા થઇ રહ્યાં છે. આવો જ એક જોખમી વીડિયો ગુરુવારે સોશિયલ મીડિયામાં ફરતો થયો હતો. જેમાં હાઇવે પર એક લાલ રંગની ખુલ્લી કાર પૂરઝડપે પસાર થઇ રહી છે. તેમાં બેઠેલો એક યુવાન કારના દરવાજા પર બેસી સીનસપાટા કરતો હોય તેવું વીડિયોમાં જોવા મળ્યું છે. એટલું જ નહિ કારમાં નંબર પ્લેટ પણ ન હોવાનું જણાય છે. આ વીડિયો મોરબી રોડ પરના કાગદડી ગામ પાસેનો છે અને 15 દિવસ પહેલાંનો હોવાનું જાણવા મળ્યું છે. વારંવાર આવા જોખમી સ્ટંટ કરતા વીડિયો સોશિયલ મીડિયામાં ફરી રહ્યાં છે. ત્યારે આવા સીનસપાટા કરતા તત્ત્વો સામે માત્ર ફરિયાદ નોંધવાને બદલે પોલીસે કડક પગલાં લેવા જરૂરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.