માળીયા હાટીનામાં રેલ્વે સ્ટેશન થી મોટા પુલ સુધી બિસ્માર હાલતમાં રોડ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ufkknbyl0rd1u6yn/" left="-10"]

માળીયા હાટીનામાં રેલ્વે સ્ટેશન થી મોટા પુલ સુધી બિસ્માર હાલતમાં રોડ


માળીયા હાટીનામાં મસમોટા ખાડાનું સામ રાજ્ય

માળીયા હાટીનામાં છેલ્લા ઘણા સંયમથી રેલ્વે સ્ટેશન થી મોટા પુલ સુધી ખાડા પડયા તેવા દ્રશ્યો કેમેરા કેદ થયા આ રસ્તો ખુબજ મુખ્ય માર્ગ છે આખા દિવસમાં ઘણા વાહનો અને લોકો અવર જવર કરે છે

આ રસ્તામાં મુખ્યો ઓફિસ જવા માટે આરસ્તો રાહદારી આવતા જતા હોય છે. વાત કરવામાં આવે તો મામલતદાર ઓફિસ, તાલુકા પંચાયત, પેટ્રોલ પમ્પ, શાક માર્કેટ, બસ સ્ટેશન,પોલીસ સ્ટેશન, માળીયા હાટીના ગ્રામ પંચાયત, એસ.બી આઈ બેન્ક, સૌરાષ્ટ્ર ગ્રામીણ બેન્ક, સરકારી હાઈસ્કૂલ, ગર્લ્સ સ્કૂલ, પ્રાથમિક શાળા, બી ઓબી બેન્ક, ગાર્ડન, સરકારી દવાખાનું, રેલ્વે સ્ટેશન મુખ્ય ઓફિસ, દવાખાનું, બેન્ક આવેલ છે

હાલ આ રસ્તાની બેહાલ થી લોકો ત્રાહિમામ થઈ ગયા છે આ રસ્તે ખાસ કરીને દીલવેરી કેસ માટે દવાખાને જવું હોય તો ખુબજ મુશ્કેલી વાળુ હોય છે. આ વિસ્તારના રાજકીય આગેવાનો અને વિપક્ષના નેતા ઓને આ ખાડા કેમ દેખાતા નથી કેમ કોઈ પ્રજાની હિતની વાતમાં અવાજ ઉઠાવતું નથી જ્યારે કોઈ પણ કામ નબળુ થતું હોય ત્યારે આગેવાનો, વિપક્ષ નેતા પણ મોંન થઈ જાય છે આ વિરોધનો આવાજ કોણ દબાવે છે શુ અધિકારીઓ રાજકીય આગેવાનું માનતા નથી કે આગેવાનો તંત્રને રજુઆત કરતા નથી તે એક ચર્ચાનો વિષય છે

હાલ આ રસ્તામાં ખિલા સળીઓ નીકળી ગઈ છે જેથી અકસ્માતનો મોટો ભઈ લાગી રહ્યો છે પરંતુ તંત્રના અધિકારીઓ જુના કામને રીપેરીંગ માં રસ નથી? કે શું તેતો આગામી દિવસો માં જોવાનું રહેશે

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]