પોરબંદરના દેગામની લાવડિયા સીમમાં જુગાર રમતા પાંચ જુગારીઓ ઝડપાયા - At This Time

પોરબંદરના દેગામની લાવડિયા સીમમાં જુગાર રમતા પાંચ જુગારીઓ ઝડપાયા


પોરબંદર એલસીબીએ રેઇડ કરી ₹૧,૦૭.૧૦૦નો મુદ્દા માલ કબજે કર્યો.
ગોસા(ઘેડ) પોરબંદર તા.૦૬/૧૦/૨૯૨૩
જુગારીઓને રમવા માટેનો પ્રિય એવા શ્રાવણ માસ ગયા બાદ હજુ પણ પોરબંદર અને ગ્રામ્ય પંથક માં જુગારીઓ ગંજીપત્તાનો અને તીનપત્તી રોનપોલીસ નામનો જુગાર રમવાનો મોહ છોડી શકતા નથી.ત્યારે પોરબંદર એલ.સી.બી. પોલીસે નાઈટ કોબિંગ દરમ્યાન પોરબંદરના બરડા વિસ્તારના દેગામ ગામે લાવડીયા નામેની સીમ વિસ્તારમાં રહેતા રામદે પુંજાભાઈ સુંડાવદરા પોતાની માલિકીની વાડીની ઓરડીમાં બહારથી માણસોને બોલાવી તીનપત્તી રોનપોલીસ નામનો જુગાર રમાડતા હોવાની બાતમીના આધારે પોરબંદર એલ.સી.બી. પોલીસે રેઇડ કરી વાડીના માલિક સહિત પાંચ જુગારીઓને રૂપિયા ૧.૦૭.૧૦૦ના મુદ્દા માલ સાથે પકડી પાડી બગવદર પોલીસ સ્ટેશનમાં જુગારધારાનો ગુનો દાખલ કરવામાં આવેલ છે.
પોરબંદર જિલ્લામાં દારૂ/જુગારની ગેરકાયદેસર થતી પ્રવ્રુતિને નેસ્ત નાબુદ કરવા અને વધુમાં વધુ કેશો શોધી કાઢવા જુનાગઢ રેંજના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથ સિંહ જાડેજા દ્રારા મળેલ સૂચના અનુસંધાને પોરબંદર એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર કે કાંબરીયા તથા એલસીબી સ્ટાફના માણસો નાઈટ રાઉન્ડમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ દુલાભાઈ ઓડેદરા ને હકીકત મળેલ કે બગવદર પોલીસ સ્ટેશન વિસ્તારના દેગામ ગામે લાવડીયા સીમમાં વાડીએ રહેતા રામદે પુંજાભાઈ સુંડાવદરા પોતાના કબજા ભોગવટાની વાડીની ઓરડીએ બહારથી માણસોને બોલાવી પોતાના અંગત કાયદા સારું નાલ ઉઘરાવી ગંજીપતાના પાના પૈસા વડે રોન પોલીસ નામનો હારજીતનો જુગાર રમાડે છે તેવી હકીકત વાળી જગ્યાએ વેરીફાઈ કરતા જુગારધામ ચાલુ નજરે પડ્યું હતું. આ જુગાર ધામમાં જુગાર રમતા વાડી માલિક રામદે પુંજાભાઈ સુંડાવદરા સહિત અડવાણાના રણમલ ભીમાભાઇ ઓડેદરા, દેગામના હાજા રામાભાઈ સુંડાવદરા, કુછડીના રામ છગનભાઈ કુછડીયા અને દેગામના પાંધા સીમમાં વાડીએ રહેતા વિજય સાજણભાઈ કેશવાલા સહિત પાંચ જુગારીઓને ગંજીપતાના પાના નંગ -૫૨ તથા રોડર રૂ,૫૨૧૦૦ તથા મોટર સાયકલ નંગ-૩ કી.૫૫૦૦૦ મળી કુલ રૂ.૧૦૭૧૦૦ના મુદામાલ સાથે મળી આવતા તેઓને ઝડપી પાડી તમામ જુગારીઓ વિરૂધ્ધ બગવદર પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ, આ કામગીરીમાં પોરબંદર એલસીબી ઇન્ચાર્જ પીઆઇ આર.કે.કાંબરીયા એ.એસ.આઈ.બટુકભાઈ વિંઝુડા હેડ કોસ્ટેબલ ઉદયભાઈ વરૂ, કુલદીપસિંહ જાડેજા,લક્ષ્મણભાઈ ઓડેદરા પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પરમાર દુલાભાઈ ઓડેદરા,અજયભાઈ ચૌહાણ, જીતુભાઈ દાસા તેમજ ડ્રાઇવર પોલીસ કોસ્ટેબલ રોહિતભાઈ વસાવા વિગેરે રોકાયેલા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.