પોલીસ તેમજ રાષ્ટ્રીયકૃત/ સહકારી બેંકોના સહયોગથી વ્યાજબી દરે લોન મળી રહે તે હેતુસર કેમ્પનું આયોજન કરતી સાબરકાંઠા જિલ્લા પોલીસ - At This Time

પોલીસ તેમજ રાષ્ટ્રીયકૃત/ સહકારી બેંકોના સહયોગથી વ્યાજબી દરે લોન મળી રહે તે હેતુસર કેમ્પનું આયોજન કરતી સાબરકાંઠા જિલ્લા પોલીસ


પોલીસ તેમજ રાષ્ટ્રીયકૃત/ સહકારી બેંકોના સહયોગથી વ્યાજબી દરે લોન મળી રહે તે હેતુસર કેમ્પનું આયોજન કરતી સાબરકાંઠા જિલ્લા પોલીસ

રાજ્ય સરકાર દ્વારા વ્યાજખોરોની વિરુદ્ધ ચાલી રહેલી ઝુંબેશના ભાગરૂપે સાબરકાંઠા જિલ્લામાં ગેરકાયદેસર રીતે ઊંચા વ્યાજે નાણા ધીરી સામાન્ય પ્રજાજનોનું આર્થિક શોષણ કરનાર અસામાજિક તત્વો વિરુદ્ધ અસરકારક કામગીરી કરવા સાબરકાંઠા જિલ્લામાં તારીખ ૫/૧/ ૨૦૨૪ થી ગેરકાયદેસર રીતે વ્યાજખોરનો ધંધો કરતા ઇસમો વિરુદ્ધ ડ્રાઇવ રાખવામાં આવેલ છે અને આ ડ્રાઈવ દરમિયાન સાબરકાંઠા જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં લોક દરબારનું આયોજન કરી તથા સોશિયલ મીડિયા મારફતે આ બાબતે વધુમાં વધુ લોકોને ગેરકાયદેસર રીતે ઊંચા વ્યાજે નાણા આપી લોકોનું શોષણ કરતાં ઈસમો વિરુદ્ધ જાગૃત કરી જરૂરી સમજણ આપી આવા ઈસમો વિરુદ્ધ તેઓની કોઈ રજૂઆત હોય તો ફરિયાદ આપવા જણાવતા ગેરકાયદેસર રીતે ઊંચા વ્યાજે નાણા આપતા કુલ ૨૩ ઈસમો વિરુદ્ધ સાબરકાંઠા જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનનો પૈકી હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ૩ ગુન્હા, હિંમતનગર રૂલર પોલીસ સ્ટેશનમાં ૨ ગુન્હા ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં બે ગુના દાખલ કરવામાં આવેલ છે જેમાં કુલ ૧૮ આરોપીઓની અટકાયત કરેલ છે તેમજ આગામી સમયમાં સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા આવા ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવનાર છે કેમ સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વિશાલ વાઘેલાએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે
આ ઝુંબેશને વધુ સફળ બનાવવા રાજ્ય સરકારની સૂચના મુજબ જરૂરત મંદ લોકો જેવા કે નાના ધંધાથી ફેરિયા, રીક્ષા ચાલક, શાકભાજી વેચનાર લોકો તેમજ અન્ય લોકોને લોન પર નાણાની જરૂરિયાત હોય તો અનવે સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ બેંકો તથા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો સંપર્ક કરી તેઓ સાથે સંકલનમાં રહી જરૂરિયાત મંદ લોકોને લોન મળી રહે તે સારું તારીખ ૩/૨/૨૦૨૩ ના રોજ ૨:૦૦વાગે થી સાંજે ૫;૦૦વાગ્યે સુધી સાબરકાંઠા જિલ્લાના અલગ અલગ સ્થળોએ લોન મેળાનું આયોજન કરવામાં આવેલ છે
લોન મેળાના સ્થળો
તારીખ 3/2/2023 સમય બે થી પાંચ દરમિયાન લોન મેળાના આયોજનના સ્થળો

૧. પોલીસ હેડ ક્વાટર્સ હિંમતનગર

૨. ગાંભોઈ પોલીસ સ્ટેશન
૩. તલોદ પોલીસ સ્ટેશન
૪. પ્રાંતિજ મહાકાળી મંદિર ભાખરીયા
૫. એ.પી.એમ.સી. માર્કેટ ઈડર
૬. કે.ટી હાઇસ્કુલ ખેડબ્રહ્મા
૭. વિજયનગર પોલીસ સ્ટેશને યોજાનાર લોન મેળામાં મોટી સંખ્યામાં જરૂરત મંદો હાજર રહે અને સરકારની યોજનાઓનો લાભ લે તેમ જિલ્લા પોલીસ વડા શ્રી વિશાલ વાઘેલાએ જણાવ્યું છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.