હવે પોલીસ જ ઘબો ઉપાડી લેશે જેતપુર માં ખોટી માહિતી આપનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.... - At This Time

હવે પોલીસ જ ઘબો ઉપાડી લેશે જેતપુર માં ખોટી માહિતી આપનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી….


કાયદો સર્વોપરી છે ખોટી અરજી કરવાવાળા પણ વ્યવસ્થિત રીતે કાયદામાં ફીટ થઇ જાય..
આજકાલ લોકો માં એવી માન્યતા ઘર કરી ગઈ છે. ખોટી માહિતી આપીને ફરીયાદ કરીએ એટલે સીધાસાદા વ્યક્તિ કારણ વગર કાયદા ની જાળ ફસાઈ જાય પરંતુ હકીકતમાં એવું હોતું નથી કાયદો સર્વોપરી છે કંઈક આવો જ કિસ્સો પ્રકાશમાં આવતાં જેતપુર પંથકમાં કાયદો પોતાના ગજવામાં છે તેવું માનનારાઓ ખળભળાટ મચી જવા પામ્યો છે.
આ અંગે ની જેતપુર સીટી પોલીસ મથકે થી મળતી માહિતી મુજબ જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં અરજદાર શારદાબેન ઉર્ફે કાળીબેન હમીરભાઇ વેગડા આવા હેતુ ની લેખીત માં ફરીયાદ નોંધાવી હતી કે ડો. બાબા સાહેબ આંબેડકર ના જન્મ જયંતી ની રાત્રે ગોંડલ દરવાજા પાસે એક મ્યુઝીકલ નાઈટ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમ પુર્ણ થયા બાદ રાત્રિના ૧૨:૩૦ ની આસપાસ અરજદાર બહાર નીકળતા સમયે કલ્પેશભાઈ રાંક નરસિંહ મંદિર ના મહંત શ્રી કનૈયાનંદજી બેસાડી ને બહાર નિકળીયા ત્યારે અરજદારને ભુંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને કલ્પેશભાઈ રાંક અરજદાર ને શોષ્યલ મિડિયા પણ અભદ્ર ટીપ્પણી કરીને બદનામ કરવા ની કોશિશ કરે છે. આ બનાવ ની ગંભીરતા ને ધ્યાન માં રાખી પ્રાથમિક તપાસમા જેતપુર પોલીસ ઇન્સ્પેકટર એ.ડી.પરમારે જાતથી સંભાળેલી હતી સાહેદો અને સામેવાળા નાં નિવેદન લીધા હતાં પરંતુ અરજી માં જણાવેલ આક્ષેપો ને સમર્થન આપેલ નહીં અરજદાર ના જણાવ્યા મુજબ બનાવ ના ઘટના સ્થળે cctv કુટેઝ ચેક કરતાં અરજદાર કરેલા આક્ષેપો ને સમર્થન મળેલ નહીં આ શારદાબેન ઉર્ફે કાળીબેન હમીરભાઇ વેગડા પોતે જાણતા હતા કે પોતે અરજી માં જણાવ્યા મુજબ આ બનાવ બનવા પામ્યો જ નથી ખોટી માહિતી ને સાચી માહિતી તરીકે ઉપયોગ કરી ને રાજ્ય સેવક ને લેખિત માં અરજી આપેલી હતી શારદાબેન ઉર્ફે કાળીબેન હમીરભાઇ વેગડા પુર્વ સુધરાઇ સભ્ય ભુતકાળમાં ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જેની વિરુદ્ધ જેતપુર સીટી પોલીસે ભારતીય દંડ સંહિતાની ૧૮૬૦ની કલમ ૧૭૭ મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે


9662147186
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.