માળીયા હાટીના માં તાલુકા કક્ષાની પશુપાલન શિબિર યોજાઈ - At This Time

માળીયા હાટીના માં તાલુકા કક્ષાની પશુપાલન શિબિર યોજાઈ


વૈજ્ઞાનિક ઢબે પશુપાલન અપનાવવા અને દૂધ ઉત્પાદન વધારવા માટે ખેડૂતો -પશુપાલકોને માહિતગાર કરાયાં

આ શિબિરમાં જીલ્લા પંચાયત જુનાગઢ ના પ્રમુખ તથા જીલ્લા વહીવટી તંત્ર ના માર્ગદર્શન હેઠળ શિબિર નું આયોજન માળીયા હાટીના ખાતે તાલુકા કક્ષાની પશુપાલન શિબિર યોજાઈ હતી.

આ શિબિરમાં મોટી સંખ્યામાં પશુપાલકો- ખેડૂતોએ લાભ લીધો હતો. આ શિબરમાં વૈજ્ઞાનિક ઢબે પશુપાલન, દૂધ ઉત્પાદન વધારવા અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી સહિતના મુદ્દે પશુપાલકોને વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે માંગરોળ માળીયા હાટીના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, પૂર્વ જૂનાગઢ જીલ્લા ભાજપ પ્રમુખ ઠાકરશીભાઈ જાવીયા તેમજ પશુપાલન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, વ્યવસાયિક પશુપાલન અપનાવવાની નફા-નુકશાનની ગણતરી સાથે ધોરણે સાથે પશુપાલનના ધંધામાં આગળ વધવા જોઈએ.તેમ જણાવતા તેમણે કહ્યું કે,

કેન્દ્ર-રાજ્ય સરકારે પશુપાલકો ખેડૂતો આત્મનિર્ભર બને અને તેમની આવકમાં વૃદ્ધિ થાય તે માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. ત્યારે આ યોજનાઓનો લાભ મેળવવાની સાથે ખેડૂતો- પશુપાલકો વૈજ્ઞાનિક ઢબે થતું પશુપાલન અપનાવે તે ખૂબ જરૂરી છે.

આ કાર્યક્રમમાં પટેલ સમાજના આગેવાન દેવજીભાઈ પટેલ ,મદદનીશ પશુપાલન નિયામક ડો. કારેથા, ડો. ગજેરા , ડો.પાનેરા, નાયબ પશુપાલન નિયામક ડો વિરલ આહીર,પશુ ચિકિત્સા અધિકારી ડો સોલંકી, ડો. ડાભી , ડો. કોમલ બેન ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.