પ્રધાનમંત્રી આવાસ યોજના થકી અમારું આજે પાક્કું મકાન બન્યું છે અને પોતાની માલિકીનું સપનાનું ઘર બન્યું છે - At This Time

પ્રધાનમંત્રી આવાસ યોજના થકી અમારું આજે પાક્કું મકાન બન્યું છે અને પોતાની માલિકીનું સપનાનું ઘર બન્યું છે


પોતાની માલિકીના ઘરનું સ્વપ્ન કોણ નથી જોતું? અને જો આ સપનુ પૂરૂ થઈ જાય તો તેનાથી વધુ ખુશીની વાત બીજી કોઈ ન હોય. ત્યારે આજે એ સ્વપ્ન સાકાર કરવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર અડીખમ રહી છે. ત્યારે અરવલ્લીના માલપુર તાલુકાના લાલપુર ગામના મધુબેન ખાંટનેં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભ થકી મકાન મળ્યું છે. મધુબેન જણાવે સરકારશ્રીના પીએમએવાય (ગ્રા) યોજનાના લાભ મળતા અમારુ વર્ષ ૨૦૨૧-૨૨માં પાકુ મકાન બનાવવામાં મદદ મળી છે. જેમાં અમને મકાન બાંધકામ માટે રૂપિયા ૧,૨૦,૦૦૦/- મકાનના બાંધકામ પુરુ થતા હપ્તા અનુસાર મળ્યા છે. સરકારશ્રીના લાભ દ્વારા અમે અમારા સપનાનું ઘર બાંધી શક્યા છીએ. મકાનમાં રસોડા, રૂમ, શૌચાલય, બાથરૂમ, આંગણું, હોલનો સમાવેશ થાય છે. આ યોજના હેઠળ મારા જેવા અનેક બેઘર લોકોને ઘર મળ્યા છે. જેના માટે અમે સરકારશ્રીના જીવનભર આભારી રહીશું.” અરવલ્લી જિલ્લામાં અનેક લોકોનું પ્રધાનમંત્રી આવાસ યોજના થકી તેના ઘરનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીની યોજનાઓના સંકલન દ્વારા શૌચાલય, પાણી, વિજળી, રસ્તા વગેરે પ્રાથમિક સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવે છે.આ યોજના હેઠળ લાભાર્થી પરિવારને પ્રધાન મંત્રી આવાસ યોજનાના લાભની સાથે-સાથે વિજ કનેકશન, ઉજજવલા યોજના હેઠળ ગેસ કનેકશન,સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ શૌચાલય અને બાથરૂમ, આમ અન્ય સરકારી યોજનાના સાથે વિવિધ લાભો અને સહાય આપવાથી અરવલ્લી જિલ્લાના તમામ લાભાર્થીઓના જીવનધોરણ ઉપર લાવવામાં અને ખરા અર્થમા વંચિત પરિવારો માટે આ યોજનાઓ આશીર્વાદરૂપ સાબિત થયેલ છે.

9879861009


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.