સાબરકાંઠા જીલ્લાના-: ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના વાહનચોરીના ગુન્હામાં છેલ્લા ત્રણેક વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા.......... - At This Time

સાબરકાંઠા જીલ્લાના-: ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના વાહનચોરીના ગુન્હામાં છેલ્લા ત્રણેક વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા……….


સાબરકાંઠા જીલ્લાના-: ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના વાહનચોરીના ગુન્હામાં છેલ્લા ત્રણેક વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા...........
-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------
સાબરકાંઠામાં-: પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક સાબરકાંઠા વિશાલકુમાર વાઘેલાનાઓએ સાબરકાંઠા જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓ પકડવાની અસરકારક કામગીરી કરવા આપેલ સુચના મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર એ.જી.રાઠોડ એલ.સી.બી.નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અર્જુનભાઈ જોશી પેરોલ ફર્લો એલ.સી.બી.તથા એલ.સી.બી. સ્ટાફના માણસો આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર રજુસિંહ,યુનુસભાઇ તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ વિક્રમસિંહ તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ગોપાલભાઇ તથા
આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ નિરીલકુમાર વિગેરે એલ.સી.બી.સ્ટાફના માણસો સાથે નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતાં.. દરમ્યાન આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ વિક્રમસિંહ તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ગોપાલભાઇ સંયુક્ત રીતે બાતમી હકિકત મળેલ કે, ખેડબ્રહ્મા પોલિસ સ્ટેશન ફ.ગુ.ર.નં. ૩૧/૨૦૧૯ આઇ.પી.સી કલમ ૩૭૯ મુજબના ગુન્હાના કામનો નાસતો ફરતો આરોપી કરણભાઇ પ્રભુભાઇ પારઘી રહે.સરેરા, તા.ખેરવાડા,જી.ઉદેપુર,રાજસ્થાનવાળો અમદાવાદ મુકામે ગોતા ખાતે છુટક મજુરી કરે છે.તેણે શરીરે સફેદ કલરનુ આછા કાળા ટપકાંવાળુ શર્ટ તથા કથ્થાઇ જેવા કલરનુ પેન્ટ પહેરેલ છે.. જે ચોક્કસ બાતમી હકીકત આધારે ટેકનીકલ કર્મચારી આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ નિરીલકુમારનાઓની મદદથી સર્વેલન્સ આધારે બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરતાં સદરી કરણભાઇ પ્રભુભાઇ પારઘી ઉ.વ.૨૩,રહે.મહુવાલ,સકારી ફળો (સરેરા),તા.ખેરવાડા,જી.ઉદેપુર,રાજસ્થાનવાળો મળી આવતાં તેને હિંમતનગર એલ.સી.બી.કચેરીએ લાવી પુછપરછ કરતાં તેમજ ખાતરી કરતાં સદરી ઇસમ ખેડબ્રહ્મા પોલિસ સ્ટેશનના ઉપરોક્ત ગુન્હામાં નાસતો ફરતો હોવાનુ જણાઇ આવેલ જેથી તેને ખેડબ્રહ્મા પોલિસ સ્ટેશન ફ.ગુ.ર.નં.૩૧/૨૦૧૯,આઇ.પી.સી કલમ-૩૭૯ મુજબના કામે આજરોજ સી.આર.પી.સી.ક.૪૧(૧)આઇ મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારૂ ખેડબ્રહ્મા પોલિસ સ્ટેશન સોંપવા સદરી આરોપીને હિંમતનગર બી ડીવીજન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.આમ,લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા દ્વારા વાહનચોરીના ગુન્હામાં છેલ્લા ત્રણેક વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડવામાં સફળતા મેળવેલ છે.. કામગીરીમાં રોકાયેલ અધિકારી તથા કર્મચારીઓ જેમાં પોલિસ સબ ઇન્સ્પેક્ટર અર્જુનભાઈ જોષી,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર રજુસિંહ,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર યુનુસભાઇ,પોલિસ કોન્સ્ટેબલ નિરીલકુમાર,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ વિક્રમસિંહ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ગોપાલભાઇ. *રિપોર્ટર-: શાહબુદ્દીન શીરોયા સાથે આબીદઅલી ભુરા,સાબરકાંઠા*......


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.