5 જુલાઇની સિકંદરાબાદ એક્સપ્રેસ રાજકોટથી અઢી કલાક મોડી ઉપડશે, અમદાવાદ રેલવે સ્ટેશન પર બ્લોકને કારણે બે ટ્રેનો આંશિક રીતે રદ્દ - At This Time

5 જુલાઇની સિકંદરાબાદ એક્સપ્રેસ રાજકોટથી અઢી કલાક મોડી ઉપડશે, અમદાવાદ રેલવે સ્ટેશન પર બ્લોકને કારણે બે ટ્રેનો આંશિક રીતે રદ્દ


પશ્ચિમ રેલવેના વડોદરા-સુરત રેલ સેક્શનનાં કોસંબા અને ગોથાંગમ સ્ટેશનો વચ્ચે લેવલ ક્રોસિંગ ગેટ નંબર 150 અપ ડાઉન લાઇન પર ગર્ડર લોન્ચ કરવા માટે 05 જુલાઈ, 2023 (બુધવાર)ના એન્જિનિયરિંગ બ્લોક લેવામાં આવશે. આ એન્જિનિયરિંગ બ્લોકના કારણે રાજકોટ ડિવિઝનથી દોડતી રાજકોટ-સિકંદરાબાદ એક્સપ્રેસને રિશેડ્યુલ કરવામાં આવી છે. 5 જુલાઈના રોજ આ ટ્રેન રાજકોટથી અઢી કલાક મોડી ઉપડશે. તો અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર બ્લોકને કારણે બે ટ્રેનો આંશિક રીતે રદ્દ કરવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.