માળીયા હાટીના તાલુકા ભાજપ ચૂંટણી મધ્યસ્થ કાર્યલાયનું ઉદ્ધાટન - At This Time

માળીયા હાટીના તાલુકા ભાજપ ચૂંટણી મધ્યસ્થ કાર્યલાયનું ઉદ્ધાટન


હાલ ચૂંટણી નો માહોલ છે ત્યારે તમામ પક્ષ ના કાર્યકર્તાઓ પોત પોતાના મત વિસ્તાર માં પોતાના પ્રચાર માટે કામે લાગી ગયા છે ત્યારે ઉમેદવારો લોક સંપર્ક સાધવા સતત પ્રયાસ કરી રહિયા છે આ સાથે સાથે ધરસભ્ય પદ ના તમામ પક્ષ ના ઉમેદવારો દ્વારા પોતાના કાર્યાલય નું ઓપનિંગ પણ કરવામાં આવી રહિયું છે ત્યારે આજ રોજ માળીયા હાટીના શહેર ખાતે ભાજપ પક્ષ ના ઉમેદવાર ભગવાનજી કરગઠિયા ના કાર્યાલય નું ઓપનિંગ કરવામાં આવ્યું હતું

આ ઓપનિંગ ભારતીય જનતા પાર્ટી ના જૂનાગઢ અને ગીર સોમનાથ ના સાંસદ રાજેશભાઇ ચુડાસમા અને કિરીટભાઈ પટેલ ના હસ્તે કરવામાં આવ્યું હતું જ્યારે આ પ્રસંગે માળીયા માંગરોળ વિધાનસભા ના ઉમેદવાર ભગવાનજી ભાઈ કરગઠિયા તેમજ ચોરવાડ શહેર ના ભાજપ પ્રમુખ મંથન ડાભી તેમજ ભાજપ ના પ્રકાશભાઈ રાઠોડ તેમજ લીંબડી વિધાનસભા ના વિસ્તારક નરેશભાઈ રાઠોડ સાથે માળીયા તાલુકા પંચાયત ના પ્રમુખ દિલીપસિંહ સીસોદીયા ,બાંધકામ સમિતિ જૂનાગઢ ના ચેરમેન દિલીપસિંહ સીસોદીયા સહિત ભાજપ પક્ષ ના નાના મોટા તમામ કાર્યકરો બહોળી શખ્યામાં ઉપસ્થિત રહિયા હતા જ્યારે ભાજપ પક્ષ ના આગેવાનો દ્વારા આ પ્રસંગે ધારાસભ્ય પદ ના ઉમેદવાર ભગવાનજી ભાઈ ને જીત અપાવવા માટે પુરી મહેનત કરી લેવા આહવાન કર્યું હતું

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.