RPF ની જાંબાઝ મહિલા કર્મચારીએ ચાલું ટ્રેનમાં ઉતારવા જતી મહિલા અને બાળકોનો જીવ બચાવ્યો. - At This Time

RPF ની જાંબાઝ મહિલા કર્મચારીએ ચાલું ટ્રેનમાં ઉતારવા જતી મહિલા અને બાળકોનો જીવ બચાવ્યો.


વેસ્ટર્ન રેલ્વે અમદાવાદ ડિવિઝનમાં મણીનગર રેલ્વે સ્ટેશન ઉપર એક RPF ની જાંબાઝ મહિલા કર્મચારી સુષ્મા સાહૂ એ પોતાના જીવના જોખમે અને કુશળતા થી ચાલું ટ્રેનમાં ઉતારવા જતી મહિલા અને બાળકો નો જીવ બચાવ્યો,

ઉપરોકત જણાવેલ ઘટના ની કેટલીક વિગત સૂત્રો દ્વારા મળતી માહિતી અને પ્રત્ય દર્શીઓ દ્વારા જાણવા મળ્યું કે તારીખ ૨૧ નવેમ્બર ૨૦૨૩ માં સાંજે ૭:૦૦ ની આજુબાજુ રીવા થી અમદાવાદ આવતી ૨૨૯૩૮ રીવા એકસપ્રેસ ટ્રેન પસાર થઈ રહી હતી અને આ ટ્રેન નું રોકાણ (સ્ટૉપેજ) મણીનગર સ્ટેશન ઉપર નથી આ ટ્રેન ને આગળ જવા સિગ્નલ પ્રાપ્ત નહીં થયેલ હોવાથી ટ્રેન પોતાની એક ગતી થી મણીનગર સ્ટેશન થી આગળ અમદાવાદ તરફ ચાલી રહી હતી તે સમયે ટ્રેનમાં મુસાફરી કરી રહેલ એક પરિવાર ની મહિલા ની ચાલતી ટ્રેન મા બાળકો સાથે ઉતારવા ની ભૂલ ના કારણે આખો પરિવાર નો માળો વિખેરાઈ જતો,

આ રીવા એકસપ્રેસ ૨૨૯૩૮ નંબર ની ટ્રેનમાં થી મહિલા પોતાના બાળકો અને સામાન સાથે મણીનગર સ્ટેશને ચાલું ટ્રેનમાં ઉતારવાની હિંમત કરતાં મુસાફર મહિલા નો પગ ચાલું ટ્રેન મા ડબ્બા ( કોચ ) ના પગથીયા ઉપર થી પગ લપસી જતાં મહિલા મુસાફર ટ્રેન અને પ્લેટફોર્મ નંબર ૧ ની વચ્ચે સપડાઈ ગોળ ગોળ ફરવા લાગી હતી,

આ ઘટના સમયે પ્લેટફોર્મ નંબર ૧ ઉપર ફરજ ઉપર હાજર જાંબાઝ RPF મહિલા કર્મચારી સુષ્મા સાહૂ એ હિંમત દાખવી પોતાના જીવ ની ચિંતા કર્યા વગર પોતાની ફરજ ને પ્રાથમિકતા આપી આ મરણિયા જંગ જેવી ઘટનામાં પ્રથમ મુસાફર મહિલા ના બાળકો ને ટ્રેન ની નજીક હતા તેમને પ્લેટફોર્મ ઉપર દૂર કર્યા હતા અને મુસાફર મહિલા જે પ્લેટફોર્મ અને ચાલુ ટ્રેન વચ્ચે ફસાઈ ગઈ હતી તેને મદદ અર્થે RPF ની મહિલા કર્મચારી સુષ્મા સાહૂ દેવદૂત બની પહોચી અને ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાયેલી મહિલા ના બંને હાથ પકડી બહાર કાઢી તેનો જીવ બચાવ્યો હતો પણ આ ઘટના માં મુસાફર મહિલા ની ઉતાવળ ના કારણે આ મહિલા કમર અને ઘૂંટણ ના ભાગે ઇજા થયેલ,

મણીનગર સ્ટેશને ઘટના સમયે ફરજ ઉપર હાજર મહિલા RPF કર્મચારી સુષ્મા સાહૂ દ્વારા સમગ્ર ઘટના ની જાણ RPF ના ફરજ ઉપર ના ASI સહીત RPF ના અને રેલ્વે ના ઉચ્ચ અધિકારીઓ ને કરી ઘાયલ મહિલા ને તાત્કાલિક સારવાર અર્થે ૧૦૮ મારફતે L.G હોસ્પીટલ મોકલી આપેલ હતી,

ઘાયલ મુસાફર મહિલાએ ઘટના બાદ ફરજ ઉપર ની મહિલા RPF કર્મચારી દ્વારા કરવામાં આવેલ મદદ માટે આભાર પણ વ્યક્ત કર્યો હતો,

આ અકસ્માત ની સમગ્ર ઘટના કેટલાક પ્રત્ય દર્શિઓ મુસાફરો અને મણીનગર સ્ટેશન પર ફરજ ઉપરના રેલ્વે કર્મચારીઓ એ આ RPF મહિલા કર્મચારી સુષ્મા સાહૂ ની આ બહાદુરી ભરેલી ફરજ અને હિંમત ને બિરદાવી હતી અને પત્રકાર જગત પણ આવા સાહસિક અને જીવદયા ના કામ કરનાર ખાખી ની સાથે સાથ આપવા અને સમ્માનિત કરવા હંમેશાં તત્પર રહેશે,

RPF ની મહિલા કર્મચારી સુષ્મા સાહૂ ની ફરજ દરમિયાન ની આવી બહાદુરી ની ઘટનાઓ પ્રેરણા રૂપે શબ્દોના માધ્યમથી સમાજમાં અમે ઘરે ઘરે પહોંચાડતા રહીશું.

Report by :- Keyur Thakkar

Ahmedabad


9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.