જસદણના પ્રખ્યાત રોયલ આઈસ્ક્રીમ ને સફળતાના 15 વર્ષ પૂર્ણ થતાની ખુશી મા હુડકો પ્રાથમિક શાળાના 250 જેટલા બાળકોને ભોજન કરાવ્યું - At This Time

જસદણના પ્રખ્યાત રોયલ આઈસ્ક્રીમ ને સફળતાના 15 વર્ષ પૂર્ણ થતાની ખુશી મા હુડકો પ્રાથમિક શાળાના 250 જેટલા બાળકોને ભોજન કરાવ્યું


(નરૅશ ચૉહલીયા દ્વારા જસદણ)
જસદણમાં નવા બસ સ્ટેશન ના શોપિંગ સેન્ટરમાં આવેલ પ્રખ્યાત રોયલ આઈસ્ક્રીમ ને સફળતાના 15 વર્ષ પૂર્ણ થતા 16 માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો હોવાની ખુશીમાં શહેરના પોલારપર રોડ ઉપર આવેલ હુડકો સરકારી પ્રાથમિક શાળાના 250 જેટલા બાળકોને ભોજન કરાવી અને રાજીપો વ્યક્ત કર્યો હતો આ તકે રોયલ આઈસ્ક્રીમના વાળા વિપુલભાઈ છાયાણી તથા જીતેશભાઈ છાયાણીએ જણાવ્યું હતું કે અમારું આ રોયલ આઈસ્ક્રીમ 16 જાન્યુઆરી 2024 ના રોજ સફળતા ના 16 માં વર્ષમાં મંગલ પ્રવેશ થતા ખૂબ આનંદની લાગણી અનુભવી છીએ તેમજ અમારા ગ્રાહક મિત્રોને આભાર વ્યક્ત કરીએ છીએ અને આ આનંદની લાગણીને વધુ મીઠાશ માટે જસદણમાં આવેલ હુડકો પ્રાથમિક શાળાના બાળકોને જમાડી વધારે મીઠાશ ફેલાય અને તમામ બાળકો બાળારાજા રાજી રહૅ તેવી અભ્યર્થના સાથે રોયલ આઈસ્ક્રીમ ના માલિકૅ જગત માતા શ્રી ગેલી અંબે માતાજીને પ્રાર્થના કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.