ચુડા તાલુકાના જોબાળા ગામે જુગાર રમતા બે શખ્સ ઝડપાયા - At This Time

ચુડા તાલુકાના જોબાળા ગામે જુગાર રમતા બે શખ્સ ઝડપાયા


પોલીસના દરોડામાં ચાર જુગારી ફરાર થઇ ગયાપોલીસે સ્થળ પરથી રૃપિયા ૨૦ હજારથી વધુનો મુદ્દામાલ કબજે લઇને ગુનો નોંધ્યોસુરેન્દ્રનગર :  ચુડા તાલુકાના જોબાળા ગામે પોલીસે જુગારનો દરોડો પાડતા રૃા.૨૦,૫૦૦ની રોકડ સાથે
બે જુગારી ઝડપાયા હતા જ્યારે ચાર જુગારી નાસી ગયા હોવાનું જાણવા મળે છે.આ બનાવની જાણવા મળતી વિગત એવા પ્રકારની છેકે, ચુડા પોલીસની
ટીમે બાતમીના આધારે જોબાળા ગામે ધારૃના રસ્તે આવેલા તળાવમાં દરોડો પાડતા બાવળની
ઝાડીમાં તીનપત્તીનો જુગાર રમતા જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસે રૃા.૨૦,૫૦૦ની રોકડ સાથે
જોબાળાના અલ્પેશ ઘનશ્યામભાઈ લીંબડીયા,અને ભરત
કરસનભાઈ ધલવાણીયાને ઝડપી લીધા હતા. જ્યારે પોલીસને જોઈને જોબાળાના અર્જુન અજીતભાઈ
સોલંકી, સંજય
મનસુખભાઈ પરાલીયા, ભરત
ભીખાભાઈ શેખ, અને
રીબડો ભુરાભાઈ ગોવિંદીયા નાસી ગયા હતા. પોલીસે ઘટનાસ્થળેથી રોકડ ઉપરાંત
બાઈક-મોબાઈલ સહીત કુલ રૃા. ૧,૩૦,૫૦૦નો મુદામાલ
કબજે કરીને તમામ સામે ગુનો નોંધી કાર્યવાહી કરેલ હોવાનું જાણવા મળે છે.    


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.