રાજકોટ શહેર જિલ્લાનાં અનુસૂચિત જાતિ ડીપાર્ટમેન્ટનાં આગેવાનો દ્વારા તાજેતરમાં જ સુરેન્દ્રનગરનાં ચુડા તાલુકામાં દલિતોની થયેલ હત્યાઓ અને જીવલેણ હત્યાચાર બાબતે આજ રોજ આવેદન પત્ર સાથે ફરીયાદ રજુ કરીએ છીએ. તે અંગે માંગ - At This Time

રાજકોટ શહેર જિલ્લાનાં અનુસૂચિત જાતિ ડીપાર્ટમેન્ટનાં આગેવાનો દ્વારા તાજેતરમાં જ સુરેન્દ્રનગરનાં ચુડા તાલુકામાં દલિતોની થયેલ હત્યાઓ અને જીવલેણ હત્યાચાર બાબતે આજ રોજ આવેદન પત્ર સાથે ફરીયાદ રજુ કરીએ છીએ. તે અંગે માંગ


ઉચ્ચ જ્ઞાતિના લોકો દ્વારા ગુજરાતનાં દલિતોની હત્યાઓ, અત્યાચાર તેના અનુસંધાન મુજબ આજ રોજ આવેદન આપવામા આવિયું.

અમો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકોટ શહેર જિલ્લાનાં અનુસૂચિત જાતિ ડીપાર્ટમેન્ટનાં આગેવાનો આપશ્રીને તાજેતરમાં જ સુરેન્દ્રનગરનાં ચુડા તાલુકામાં દલિતોની થયેલ હત્યાઓ અને જીવલેણ અતયાચાર બાબતે આ આવેદન પત્ર સાથે ફરીયાદ રજુ કરીએ છીએ.
ગુજરાતમાં છેલ્લાં ૩૦ વર્ષથી વધુ ભાજપની સરકાર છે, અને એ એકહથ્થુ શાસન ચલાવતી હોય તેવુ પ્રતિત થઈ રહ્યુ છે. આ ભાજપ સરકાર અત્યંત લોભામણાં વચનો અને સલોગનો આપીને ગુજરાત મોડલની દેશભરમાં અને વિદેશોમાં વાહવાહી કરવામાં કશું જ બાકી રાખેલ નથી, પણ તેની ભીતરમાં જોશો તો તદ્દન વિરોધાભાસી ચિત્ર છે. જે ન છુટકે સર્વિકારવુ રહ્યુ.
તાજેતરમાં સુરેન્દ્રનગરનાં ચુડા તાલુકાનાં સમઢીયાળા ગામ ખાતે જે કહેવાતા ઉચ્ચ હિંદુ સવૅણો દ્વારા દલિતો ઉપર ખુની ખેલ ખેલીને બે દલિતોની લાશો ઢાળી દીધી તેમજ અનેકને ગંભીર રીતે ઘાયલ કરી દીધા છે. ગુજરાતમાં ભાજપની સરકાર ખાસ હિંદુ વિચારધારા અને આરએસએસ વિચારધારાથી ચાલી રહી છે. જેથી અવાર નવાર ગુજરાતનાં દલિતો ઉપર ઊનાં કાંડ, ચોટીલા કાંડ જેવા પાશવી કૃત્યો, અત્યાચારો દીન પ્રતિદિન ઘટવાની જગ્યાએ વધી રહ્યા છે. કારણ કે આ સરકાર હિંદુ વાદી વિચારધારા મુજબ ઉચ્ચ નીચને માન્યતા આપે છે જેથી આ કહ વાતા ઉચ્ચ હિંદુ જાતીનાં લોકો કાયદો અને વ્યવસ્થાની ઐસીતૈસી કરીને આવા ગંભીર ગુનાઓ દલિતો ઉપર થી રહ્યા છે, અને છતાં આ સરકારને જરા પણ શરમ નથી આવતી.
આમ પણ ભારતનાં દલિતો આદીવાસીઓ અને પછાત વર્ગના લોકો ઉપર છેલ્લાં બે હજાર વર્ષથી આવા અત્યાચારો, સામુહિક બળાત્કાર, જુથમાં જઈને લાચાર બેબસ દલિતો ઉપર થી રહ્યા છે...આ તો કઈ રીતે વિકસિત ગુજરાત કે વાઈબ્રન્ટ ગુજરાત કહી શકાય, ચુડા તાલુકાને આજ ભાજપ સરકારે દલિતો ઉપર થતા ઉચ્ચ હિંદુઓ દ્વારા થતા અત્યાચારો
બાબતે સંવેદનશીલ વિસ્તાર જાહેર કરેલ હોય છતાં તે તાલુકાના સમઢીયાળા ગામે ખુની ખેલ ખેલાતોહોય તો એ સીધી જ સરકારની નિષ્ક્રિયતા છે. સરકારશ્રીનું આઈબી વિભાગ પણ નિષ્ક્રિય છે, કારણ કે સરકારે આઈબી વિભાગને વિષક્ષોની જાસુસી, વિરોધીઓને જાસૂસી અને સરકાર વિરુદ્ધ કંઈપણ ન થાય એવી જવાબદારી આપી છે. જો આઈબી વિભાગ સૉક રહ્યું હોત તો આ ઘટના બનવી અશક્ય છે. હત્યાનો ભોગ બનેલ દલિતો પોતાને મળેલ સાંથળીની કીમતી જમીનો ઉપર આ કહેવાતા ઉચ્ચ હિંદુઓની નજર હતી. અવારનવાર આ બાબતે પીડીત દલિત પરિવારે 26 જુન અને 5 જુલાઈના રોજ સ્થાનિક કલેકટરશ્રીને, રાજ્યનાં પોલીસ વડાને, સ્થાનિક પોલીસ સ્ટેશનમાં તેમજ મુખ્ય મંત્રી, અને ગૃહ મંત્રીને લેખીત રજુઆત કરેલ હોવા છતાં સરકારનું એક પણ અંગ આ બાબતે ગંભીર નથી રહ્યુ કારણ કે વંચિતો અને દલિતો પ્રત્યે સરકારની ખોરી દાનત પ્રસ્થાપિત થાય છે. આ સમગ્ર ઘટનામાં માટે ગુજરાતનાં મુખ્યમંત્રી ખુદ જવાબદાર છે અને તેઓની દલિતો પ્રત્યેની માનસિકતા જવાબદાર છે.
આમ પણ કેંદ્રમાં 2014 થી હિંદુવાદી વિચારધારા ધરાવતી ભાજપ સરકાર આવ્યા પછી દેશમાં અવારનવાર હિંદુવાદી પરિબળો બેફામ બન્યા છે અને દેશમાં અને વિદેશમાં ભારતની આબરૂનું સરેઆમ ધોવાણ કરી રહ્યા છે. આઝાદીનાં 75 વર્ષે પણ દલિતો ઉપર કહેવાતા ઉચ્ચ હિંદુઓ દ્વારા અમાનવીય પાશવી હત્યાઓ અત્યાચાર બંધ થતા ન હોય અને ઉલટાનાં બેફામ ગતીએ વધી રહ્યા હોય તો એ શેની આઝાદી છે એ એક મોટો પ્રશ્ન છે.
હમણાં જ વડાપ્રધાને આઝાદી કા અમૃત મહોત્સવની જગ્યાએ આઝાદી કા કર્તવ્ય એવો સુંદર શબ્દ પ્રયોગ કર્યો છે, અમો ખરેખર ભારતનાં વડાપ્રધાને સલામ કરીએ છીએ કે 2014 થી ભાજપ સરકાર આવ્યા પછી દેશમાં દલિતો પછાતો ઉપર આપનાં ચરણોમાં રહેતા સંગઠનો જેવા કે બજરંગદળ, વિશ્વ હિન્દુ પરિષદ, હિંદુ વાહિની, આરએસએસ વિગેરે દલિતો ઉપર હત્યાઓ કરવી, દલિત મહિલાઓ સાથે સામુહિક બળાત્કારો કરવા, દલતોના ઘર સળગાવવા જેવા ગુનહાઓ કરીને તેઓ ખરેખર વડાપ્રધાનનાં શબ્દોનું કર્તવ્ય પાલન કરી રહ્યા હોય એવુ નિસંદેહ સાબીત થઈ રહ્યું છે. અમારી આપશ્રી સમક્ષ માંગણી છે કે આપ ગુજરાતનાં રાજ્યપાલ છો અને આપની દેખરેખ હેઠળ ચાલતી ભાજપ સરકારને પીડીત દલિત પરિવારે લેખીત અરજીઓ દ્વારા જાણ કરવા છતાં કોઈ જ પગલાંઓ લીધા નહીં જેથી આ હત્યાની સીધી જવાબદારી ગુજરાત સરકારની છે.
સત્વરે દલિતો ઉપર હિંદુઓ દ્વારા થતા અત્યાચારો, હત્યાઓ, બળાત્કારો જો બંધ કરવામાં નહીં આવે તો અમારે ન છુટકે ગુજરાતમાં જન આંદોલન કરવાની ફરજ પડશે.તેવી આક્રોષથી કલેકટર રજુઆત કરતા નરેશ સાગઠીયા સાગરભાઈ દાફડા
કિશોર મકવાણામાવજીભાઈ રાખસીયા
રમેશ દૈયાસંતાબેન મકવાણારવજીભાઈ ખીમસુરીયા
જેન્તીભાઈ રાઠોડરમેશભાઈ મુછડીયા
અશોકભાઈ વાલા રજુઆત કરવામાં આવી હતી. રિપોર્ટર અમૃતભાઈ રાઠોડ રાજકોટ9662147186


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.