કોમર્સ કોલેજ મોડાસાના એન.એસ.એસ. યુનિટ દ્વારા દત્તક ગામ કોલવડા મુકામે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો - At This Time

કોમર્સ કોલેજ મોડાસાના એન.એસ.એસ. યુનિટ દ્વારા દત્તક ગામ કોલવડા મુકામે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો


ધી મ.લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત શ્રી એચ.એસ. શાહ કોલેજ ઓફ કોમર્સ મોડાસાના એન.એસ.એસ. યુનિટ દ્વારા તા :૧૩/૦૭/૨૦૨૩ નાં રોજ દત્તક ગામ કોલવડા મુકામે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ ગામમાં અમૃત સરોવરની પાળ ઉપર અને અન્ય સ્થળો થઈને કુલ ૭૫ રોપાઓ રોપવામાં આવ્યા હતા. આ પ્રસંગે કોલવડા ગામના સરપંચ શ્રી દિનેશભાઈ પટેલ, કોલેજના કા. આચાર્યશ્રી પ્રા. ડૉ. એમ.કે.પટેલ સાહેબ, એન.એસ.એસ. સલાહકાર બોર્ડના સભ્ય શ્રી ડૉ.ગોપાલભાઈ વણકર તથા ગ્રામજનો અને એન.એસ.એસ.ના ૩૨ સ્વયં સેવકો ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રોગ્રામ ઓફિસર ડૉ. ઇલાબેન સગર અને પ્રા. અમિતભાઈ વસાવા દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રવૃતિને કોલેજનાં માનદમંત્રી તથા ઉપપ્રમુખશ્રી સુભાષભાઈ શાહે બિરદાવી હતી.
9879861009


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.