અમરેલી એલ.સી.બી.ટીમે કમાન્ડ કન્ટ્રોલ સેન્ટર (નેત્રમ) ની મદદથી મુળ માલીકને સોનાનો ચેઇન કિં.રૂ.૬૦,૦૦૦/- નો પરત કર્યો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/tuazh8alfhfvemuw/" left="-10"]

અમરેલી એલ.સી.બી.ટીમે કમાન્ડ કન્ટ્રોલ સેન્ટર (નેત્રમ) ની મદદથી મુળ માલીકને સોનાનો ચેઇન કિં.રૂ.૬૦,૦૦૦/- નો પરત કર્યો


અમરેલી એલ.સી.બી.ટીમે કમાન્ડ કન્ટ્રોલ સેન્ટર (નેત્રમ) ની મદદથી મુળ માલીકને સોનાનો ચેઇન કિં.રૂ.૬૦,૦૦૦/- નો પરત કર્યો

ગુજરાત સરકારશ્રીના ગૃહ વિભાગ દ્રારા વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત અલગ અલગ જિલ્લાઓમાં સીસીટીવી કેમેરાઓ લગાડીને કમાન્ડ કન્ટ્રોલ સેન્ટર (નેત્રમ)ની સ્થાપના કરવામાં આવી છે. ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં વિશ્વાસ પ્રોજેકટ અન્વયે સ્થાપિત કમાન્ડ કન્ટ્રોલ સેન્ટર (નેત્રમ) દ્વારા સતત મોનીટરીંગ રાખી, આધુનિક ટ્રાફિક નિયમન કરવા તેમજ વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓએ નેત્રમ હેઠળ આવેલ તમામ સીસીટીવી કેમેરાઓનું ૨૪ x ૭ કલાક સર્વેલન્સ રાખી, ચોરી, લુંટ, ચીલ ઝડપ, વાહન અકસ્માત જેવા બનાવો બનતા અટકાવવા સતત વોચ રાખી આ બનાવો ઝડપી ઉકેલવા તેમજ ખોવાયલ વસ્તુ પરત મેળવવા, સ્વજન ગુમ થતા તેની ભાળ મેળવવા, તેમજ મોબાઇલ, ડોકયુમેન્ટ વાહનોમાં ભુલી જતા આમ નાગરીકોને મદદરૂપ થવા “નેત્રમ”” કમાન્ડ કન્ટ્રોલ સેન્ટર ટીમ તથા એલ.સી.બી. ટીમને માર્ગદર્શન આપવામાં આવેલ.

ગઇ કાલ તા.૧૯/૧૧/૨૦૨૩ નાં રોજ ડેનીસભાઇ કનુભાઇ વીરાણી, ઉ.વ.૨૫, રહે.સુરત, મોટા વરાછા, અમરામા રોડ, ડ્રીમ લીબર્ટી ફ્લેટ મુળ રહે.હીરાણા, તા.લાઠી, જિ.અમરેલી વાળા લગ્ન પ્રસંગ સબબ અમરેલી મુકામે આવેલ હોય, અને સાંજના આશરે પાંચેક વાગ્યે અમરેલી, કોલેજ સર્કલ પાસે આવેલ શિતલ પાર્લરમાં પોતાના પરીવાર સાથે આવેલ હોય, આ દરમિયાન પોતાનો સોનાનો ચેઇન આશરે કિં.રૂ.૬૦,૦૦૦/- નો પોતાના ખીસામાં રૂમાલમાં રાખેલ હોય, જે ખીસામાં રાખેલ રૂમાલ કાઢતી વખતે સોનાનો ચેઇન પડી જતા, જે આજુ બાજુમાં તપાસ કરતા મળી આવેલ ન હોય, જે અંગે ડેનીસભાઇએ એલ.સી.બી. ટીમને જાણ કરેલ.

જે અન્વયે અમરેલી એલ.સી.બી. પો.ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે અરજદાર ડેનીસભાઇને કમાન્ડ કન્ટ્રોલ સેન્ટર ખાતે લઇ ગયેલ, અને બનાવની જાણ કરતા જે અન્વયે કમાન્ડ કન્ટ્રોલ સેન્ટરના પો.સબ ઇન્સ. શ્રી એચ. એલ. પાથર તથા ટીમ દ્વારા બનાવ સમયના કોલેજ સર્કલ ખાતેના સીસીટીવી ફુટેજો ચેક કરતા એક ભાઇ કોઇ ચીજવસ્તુ ઉપાડતો જોવામાં આવતો હોવાનું જોવા મળેલ, જે ભાઇને સીસીટીવી કેમેરાના આધારે ટ્રેક કરી, એલ.સી.બી. ટીમે આ ભાઇને શોધી તેની પુછપરછ કરતા તેઓને રસ્તા પરથી આ ચેઇન મળેલ હોવાનુ જણાવેલ, આ સોનાનો ચેઇન કિ.રૂ. ૬૦,૦૦૦/- નો ડેનીસભાઇનો હોવાની ખરાઇ થતા તેઓને પરત કરવામાં આવેલ છે.

આમ, વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત કમાન્ડ કન્ટ્રોલ સેન્ટર (નેત્રમ) સીસીટીવી કેમેરાની મદદથી અરજદાર ડેનીસભાઇનો ખોવાયેલ સોનાનો ચેઇન કિં.રૂ.૬૦,૦૦૦/- પરત ગોતી આપી, પોલીસ ખરેખર પ્રજાનો મિત્ર છે તે સુત્રને સાર્થક કરેલ હોય, જે અન્વયે ડેનીસભાઇએ એલ.સી.બી. ટીમ તથા કમાન્ડ કંન્ટ્રોલ સેન્ટર ટીમનો આભાર માન્યો હતો.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓની રાહદબરી હેઠળ અમરેલી એલ.સી.બી. પો.સબ ઇન્સ. શ્રી એમ.બી.ગોહિલ તથા એલ.સી.બી.ટીમ તથા કમાન્ડ કંન્ટોલ સેન્ટર (નેત્રમ)ના પો.સબ ઇન્સ. શ્રી એચ. એલ. પાથર તથા કમાન્ડ કન્ટ્રોલ સેન્ટર ટીમ દ્વારા કરવામાં આવેલ છે.


9537666006
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]