વડોદરા નજીક કપુરાઈ બ્રિજ પર પ્લાયવુડ લઈને જઈ રહેલી ટ્રક પલટી જતા કેમિકલ ઢોળાયું, ચક્કાજામ - At This Time

વડોદરા નજીક કપુરાઈ બ્રિજ પર પ્લાયવુડ લઈને જઈ રહેલી ટ્રક પલટી જતા કેમિકલ ઢોળાયું, ચક્કાજામ


વડોદરા,તા.04 ઓગષ્ટ 2022,ગુરૂવારવડોદરા નજીક હાઇવે ઉપર આજે વહેલી સવારે ધડાકા ભૈર ટ્રક પલટી જતા ચકા જામ થયો હતો.અમદાવાદ સુરત વચ્ચે વડોદરા નજીક કપુરાઈ બ્રિજ પર આજે વહેલી સવારે પ્લાયવુડની પાટ લઈને જઈ રહેલી ટ્રક ધડાકા ભેર પલટી જતા રોડ પર કેમિકલ ઢોળાયું હતું.આ સાથે અંદર મુકેલા લી પ્લાયવુડની પ્લેટો પણ રોડ પર વિખેરાતા ટ્રાફિક જામ થઈ ગયો હતો. બનાવના સ્થળે પોલીસ અને ફાયર બ્રિગેડ આવી ગયા હતા અને ટ્રકને ખસેડી વાહન વ્યવહાર રાબેતા મુજબનો કર્યો હતો.ફાયર બ્રિગેડના સુત્રોના જણાવ્યા મુજબ, એક ટેન્કર ચાલક સાથે ટક્કર થયા બાદ ટ્રક પલટી ગઈ હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. જોકે ઉપરોક્ત સ્થળે માત્ર ટ્રક મળી આવી હતી ટેન્કરનો પત્તો ન હતો. જેથી પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.