અક્ષય બુદાનિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ - At This Time

અક્ષય બુદાનિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ


અક્ષય બુદાનિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ

બેઠકમાં બુદાનિયા દ્વારા સંલગ્ન વિભાગોના અધિકારીઓ સાથે શહેરમાં ડિમોલીશનની કામગીરી,પશુ દવાખાનાનાં નિર્માણ સહિતના વિકાસલક્ષી કાર્યોની ચર્ચા કરવામાં આવી હતી.

અધિકારીઓને વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે કાર્યક્રમોના સુચારૂં આયોજન અંગે માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં પદાધિકારીઓનાં પ્રજાલક્ષી પ્રશ્નો અને જિલ્લાના વિવિધ વિભાગોના આંતરિક પ્રશ્નો બાબતે વિગતે ચર્ચા કરવામાં આવી હતી રસ્તાના અને સ્ટ્રીટલાઈટના પ્રશ્નોનો ઝડપી ઉકેલ લાવવા સૂચના આપવામાં આવી હતી.બુદાનિયાએ બેઠકમાં બાકી સરકારી લેણાની વસુલાત,પેન્શનના કેસોનો નિકાલ,આર.ટી.આઇ.ગ્રાહક સુરક્ષામાં આવેલી અરજીઓનો નિકાલ કરવા અધિકારીઓને સૂચિત કર્યા હતાં.ઈન્ચાર્જ જિલ્લા કલેક્ટરશ્રીએ બોટાદ જિલ્લા સેવા સદનના કેમ્પસની સુંદરતામાં વધારો કરવાની દિશામાં અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતા,સાથેસાથે સ્વચ્છતા હી સેવા અભિયાન અન્વયે ફાઈલ વર્ગીકરણ,ભંગારનો નિકાલ,કંડમ વાહનોનો નિકાલ કરવા સહિતના મુદ્દે ચર્ચા કરી હતી.

રિપોર્ટ અસરફ જાંગડ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.