પ્રતિ શ્રીતમામ પ્રેસ, મિડિયા પ્રતિનિધિ અને તંત્રી શ્રી - At This Time

પ્રતિ શ્રીતમામ પ્રેસ, મિડિયા પ્રતિનિધિ અને તંત્રી શ્રી


પ્રતિ શ્રી
તમામ પ્રેસ, મિડિયા પ્રતિનિધિ અને તંત્રી શ્રી

સુરતની લાઈફ લાઈફ સંસ્થા દ્વારા સગાઈ અને લગ્નની નવી પદ્ધતિ ને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડન માં સ્થાન મળ્યું

લાઇફ લાઇન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દીકરી દત્તક યોજના સગાઈ અને લગ્નની નવી સિસ્ટમ ચાલી રહી છે જે વિશ્વની પહેલી પદ્ધતિ છે ત્યારે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ - લંડન માં સ્થાન મળ્યું જેના ભાગરૂપે તા- 18:6:22 શનિવાર રાત્રે 9:30 કલાકે ,હરભોલે પાર્ટી પ્લોટ,મોટા વરાછા,સુરત એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડન ના ગુજરાતના ઉપ પ્રમુખશ્રી દિવ્યાંગ ગાંધી તેમજ વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ સી કે પટેલ ઉપસ્થિત રહ્યા હતા સંસ્થાના પ્રમુખશ્રી ઘનશ્યામ ઇટાલીયા તેમજ નીતા નારીયા જણાવ્યું હતું કે સમાજમાં છૂટાછેડા થવાનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે સગાઈ અને લગ્ન કરવા માટે બાહ્ય ફેરફાર ઘણા થયા છે ત્યારે સમયની સાથે આંતરિક ફેરફાર ખૂબ જરૂરી હતા ત્યારે લાઈફ લાઈફ ચેરીટેબલ ટ્રસ્ટ દિકરી દત્તક યોજના અંતર્ગત સગાઈ અને લગ્નની નવી પદ્ધતિ લઈને છેલ્લા ત્રણ વર્ષથી કાર્ય કરી રહ્યું છે જેમાં દીકરા-દીકરીનો ઓન પેપર ચેકીંગ કરવામાં આવે છે ત્યાર બાદ બન્નેના સ્વભાવ મેળવવા માટે 300 થી વધારે સવાલ નો ઇન્ટરવ્યૂ કરવામાં આવે છે સગાઇ અને લગ્નમાં જોડતા પહેલા 22 પ્રકારના મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે જે આખા વિશ્વ માં કોઈ જગ્યા પર કરવામાં આવ્યું નથી ત્યારે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ - લંડન માં સ્થાન મળ્યું આ ત્રણ આધાર સ્થભ થકી સમાજમાં થતા છૂટાછેડા થતા ઓછું કરવામાં મદદરૂપ થઈ શકે છે જેમાં લાઇફ લાઇન ચેરિટેબલ ટ્રસ્ટ સફળ થઈ છે સંસ્થા એક દીકરી ની સગાઈ અને લગ્ન માટે 5 લાખ સુધીનો ખર્ચ ઉઠાવે છે સાથે 15 વર્ષ સુધીની જવાબદારી પણ ઉઠાવે છે સંસ્થા 5000 દિકરી ને કન્યા દાન કરવાનો શુભ સંકલ્પ છે

સગાઈ અને લગ્ન આયોજક કમિટી
લાઈફ લાઈન ચેરીટેબલ ટ્રસ્ટ - 9825658483
પ્રમુખ શ્રી - ઘનશ્યામભાઈ ઈટાલિયા, ઉ,પ્રમુખશ્રી નીતા નારિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.