દહેગામ તાલુકાના કડજોદરા ગામમાં દીપડાએ બે વ્યક્તિ પર હુમલો કરતા ગામલોકોમાં ડર નો માહોલ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/tjqgaddlzj98zxcd/" left="-10"]

દહેગામ તાલુકાના કડજોદરા ગામમાં દીપડાએ બે વ્યક્તિ પર હુમલો કરતા ગામલોકોમાં ડર નો માહોલ


હમણાં જ અઠવાડિયા પહેલા સાબરકાંઠા ના તલોદના મોઢુકા ગામમાંથી એક દીપડો પકડાયો છે ત્યારે આજે વહેલી સવારે દહેગામ તાલુકાના કડજોદરા ગામમાં ખેતરમાં દીપડો દેખાયો હોવાની ચર્ચાએ પકડ્યું હતું ત્યારે આજે વહેલી સવારે બે વ્યક્તિઓ પર દીપડાએ હુમલો કરી નાખી નાસી છૂટ્યો હતો જેમાં બે વ્યક્તિઓ પણ ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર દહેગામ તાલુકાના કડજોદરા ગામમાં આજે વહેલી સવારે ખેડૂતો પોતાના ખેતરમાં હતા ત્યારે અચાનક એક દીપડા જેવું પ્રાણી જોતા ત્યાંથી બૂમો પાડી ગામમાં આવતા હતા ત્યારે દીપડાએ બે વ્યક્તિ ઉપર જાન લેવા હુમલો કરતા આ બે વ્યક્તિઓ દીપડાના ચૂંગલમાંથી નાસી છૂટ્યા હતા અને ગામમાં વાત કરતા ગામલોકોમાં ડરનો માહોલ સર્જાયો હતો જેથી ગામના સરપંચ દ્વારા વનવિભાગને પણ જાણ કરવામાં આવી છે.દીપડાની અવરજવર વચ્ચે ગામલોકોના જીવ પણ પડીકે બંધાઈ ગયા છે જેથી ખેતરોમાં જવાનુ પણ લોકો ટાળી રહ્યા છે.


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]