જિલ્લા કક્ષાનો ૩૬મી નેશનલ ગેમ્સ અવેરનેસ કેમ્પેઇન પી એન પંડ્યા કોલેજ લુણાવાડા ખાતે યોજાયો. - At This Time

જિલ્લા કક્ષાનો ૩૬મી નેશનલ ગેમ્સ અવેરનેસ કેમ્પેઇન પી એન પંડ્યા કોલેજ લુણાવાડા ખાતે યોજાયો.


જિલ્લા કક્ષાનો ૩૬મી નેશનલ ગેમ્સ અવેરનેસ કેમ્પેઇન પી એન પંડ્યા કોલેજ,લુણાવાડા ખાતે યોજાયો

૩૬મી નેશનલ ગેમ્સ ગુજરાતના યુવાનો અને વિદ્યાર્થીઓમાં જાગૃતિ કેળવાય તે હેતુથી તથા શાળા,કોલેજ અને યુનિવર્સિટીમાં રમતગમતની પ્રવુર્તિઓને પ્રોત્સાહન મળે તે માટે " Celebrating unity through sports" ની થીમ હેઠળ રાજ્યની તમામ કોલેજ, યુનિવર્સિટી અને શાળા કક્ષાએ આયોજન થઈ રહ્યું છે
રમત ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અંતર્ગત ૩૬મી નેશનલ ગેમ્સ અવેરનેસ કેમ્પેઇન જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પી એન પંડ્યા કોલેજ,લુણાવાડા ખાતે આદિજાતિ વિકાસ,આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ વિભાગ મંત્રી શ્રીમતી નિમિષાબેન સુથારના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો

આ પ્રસંગે આસિસ્ટન્ટ કલેક્ટરશ્રી સચિનકુમારે સ્વાગત પ્રવચન કર્યું હતું.અને જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી દક્ષેશ કહારે આભારવિધિ કરી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈએ ફિટ ઈન્ડિયા અંતર્ગત વ્યાયામ, ખેલકૂદ અને ફિઝીકલ એક્ટિવિટી નિયમિત કરવા અંગેના શપથ લીધા હતા.

આ પ્રસંગે મહીસાગર જિલ્લાની શ્રેષ્ઠ ત્રણ શાળાઓનું સન્માન કરવામાં આવ્યું અને જુડો ખેલાડી પટેલ ઇસીતાબેન રાજેશભાઇ,એન સી સી ,આઈ ડી સી કેમ્પ દિલ્હી ૨૦૨૨ દરજી જીમીકુમાર ને પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા
મંત્રી શ્રીમતી નિમિષાબેન સુથાર અને ઉપસ્થિત મહાનુભાવો કાર્યક્રમ બાદ દોડ,કબ્બડી,વોલીબોલ અને રસ્સાખેંચ જે વી વિવિધ રમત નિહાળી હતી.

આ કાર્યક્રમ મા કલેક્ટરશ્રી ડૉ. મનીષકુમાર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે ડી લાખાણી, પોલીસ વડાશ્રી આર પી બારોટ, જિલ્લા રમત ગમત અધિકારી શ્રીમતી હર્ષાબેન સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.