યોગગુરૂએ ભગવાનથી નારાજ થઈને શિવલિંગ સંતાડ્યું, કહ્યું- મારી ભત્રીજી રોજે પાણી ચઢાવતી છતાં મૃત્યું થયું - At This Time

યોગગુરૂએ ભગવાનથી નારાજ થઈને શિવલિંગ સંતાડ્યું, કહ્યું- મારી ભત્રીજી રોજે પાણી ચઢાવતી છતાં મૃત્યું થયું


- રૂણીજા અને માધોપુરા ગામની વચ્ચે આવેલા નવગૃહ શિવ મંદિરમાં શિવલિંગ ગુમ થયું છે, આ શિવલિંગ 100 વર્ષ જૂના મંદિરમાં સ્થાપિત છેઉજ્જૈન, તા. 13 ઓગષ્ટ 2022, શનિવારઉજ્જૈન જિલ્લાની બડનગર પોલીસે નવગૃહ મંદિરમાંથી ગુમ થયેલા શિવલિંગનું રહસ્ય ખોલ્યું છે. આ શિવલિંગ બડનગર તહસીલ વિસ્તાર હેઠળના પોલીસ સ્ટેશન ભાટ પચલાનામાંથી 9 ઓગષ્ટના રોજ ગુમ થઈ ગયું હતું. પોલીસે 48 કલાકમાં આરોપીને પકડીને કેસનું રાજ ખોલ્યું છે. પોલીસના જણાવ્યા હતું કે, આરોપી યોગગુરૂએ ભત્રીજીના મૃત્યુથી દુ:ખી થઈને શિવલિંગને સંતાડી દીધું હતું. તેની ભત્રીજી અહીં રોજે પાણી ચઢાવતી હતી છતાં તેનું મૃત્યું થયું હતું. આરોપી આ વાત સહન નહોતો કરી શક્યો અને તેથી તેણે શિવલિંગ ગાયબ કરી દીધું હતું.  નોંધનીય છે કે, ફરિયાદી તેજરામ (40) પિતા હેમરાજ નાગર જ્ઞાતિ ધાકડ માધોપુરા ગામ રહેવાસીએ ફરિયાદ નોંધાવી હતી કે, રૂણીજા અને માધોપુરા ગામની વચ્ચે આવેલા નવગૃહ શિવ મંદિરમાં શિવલિંગ ગુમ થયું છે. આ શિવલિંગ 100 વર્ષ જૂના મંદિરમાં સ્થાપિત છે. ગત રાત્રે અસામાજિક તત્વોએ શિવલિંગની છેડતી કરી ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રયાસ કર્યો હતો. મામલાને ગંભીરતાથી લઈને પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે કલમ 295, 379 હેઠળ કેસ નોંધ્યો હતો અને આ બાબતને ધ્યાનમાં લીધી હતી. ત્યાર બાદ પોલીસે 48 કલાકમાં આરોપીની ધરપકડ કરી છે. સાથે જ આ આરોપી નજીકના મસ્જિદના કેમેરામાં કેદ થયો હતો. - આ રીતે આરોપીની ઓળખાણ કરવામાં આવીભાટ પોલીસ સ્ટેશનના પોલીસે જણીવ્યું હતું કે, ફરિયાદ બાદ આ ઘટના સ્થળની તપાસ કરવામાં આવી હતી. અહીં ઝાડીઓમાંથી શિવલિંગ મળી આવ્યું હતું. શિવલિંગને મંદિરમાં પુનસ્થાપિત કરવા ગ્રામજનોને આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ અજાણ્યા આરોપીને શોધવા માટે ઘટના સ્થળથી લગભગ 100 મીટર દૂર મસ્જિદમાં લાગેલા સીસીટીવીના ફૂટેજને સ્કેન કરવામાં આવ્યા હતા. સાથે જ જાણવા મળ્યું હતું કે, 8 ઓગષ્યની રાત્રે લગભગ 9.35 વાગ્યે રૂનીજા ગામમાં રહેતો એક વ્યક્તિ મંદિર તરફ જઈ રહ્યો હતો અને તેની 10 મિનિટ બાદ એ જ વ્યક્તિ ત્યાંથી પાછો આવતો જોવા મળ્યો હતો. તેની હિલચાલથી શંકાસ્પદ જણાતી હતી. આ વ્યક્તિને પકડીને પૂછપરછ કર્યા બાદ સમગ્ર મામલો સામે આવ્યો હતો. - ભગવાન શિવથી નારાજ હતો આરોપીપૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું હતું કે, 8 ઓગસ્ટના રોજ તેની ભત્રીજીનું મૃત્યુ થયું હતું. તે દરરોજ નવગૃહ શિવ મંદિરમાં જઈને જળ ચઢાવતી હતી. આ કારણે તે શિવ મંદિરમાં ગયો અને ભગવાન પર ગુસ્સે થવા લાગ્યો હતો. ગુસ્સામાં આરોપીઓએ શિવલિંગને ઉખાડીને મંદિરની પાછળની ઝાડીમાં મૂકી દીધું હતું. હકીકતમાં સાવન મહિનાના કારણે દરરોજ મોટી સંખ્યામાં ભક્તો આ વિસ્તારના પ્રાચીન મંદિરોમાં પહોંચે છે. 9 ઓગસ્ટના રોજ સવારે મંદિરે પહોંચેલા ભક્તોને શિવલિંગ ન મળતા તેઓએ નારાજગી વ્યક્ત કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.