કર્ણાટક: કોંગ્રેસ MLA પ્રિયાંક ખડગેના સરકારી નોકરી મુદ્દે BJP પર ગંભીર આરોપ - At This Time

કર્ણાટક: કોંગ્રેસ MLA પ્રિયાંક ખડગેના સરકારી નોકરી મુદ્દે BJP પર ગંભીર આરોપ


બેંગલોર, તા. 13 ઓગસ્ટ 2022 શનિવારકર્ણાટક કોંગ્રેસ પ્રવક્તા અને ધારાસભ્ય પ્રિયાંક ખડગેને ભાજપના નેતૃત્વવાળી રાજ્ય સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા. તેમણે કહ્યુ કે સરકારી નોકરી મેળવવા માટે રાજ્યમાં યુવકોએ લાંચ આપવી પડે છે જ્યારે યુવતીઓએ કોઈની સાથે સૂવુ પડે છે. તેમણે ભરતી કૌભાંડની ન્યાયિક તપાસ કે SITની રચના કરવાની માગ કરી અને સરકાર પાસે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવાની પણ અપીલ કરી છે. ખડગેએ વિભિન્ન પદ પર ભરતીમાં મોટા પાયે ભ્રષ્ટાચારનો દાવો કર્યો અને કહ્યુ, સરકારે પદોને વેચવાનો નિર્ણય કર્યો છે. મંત્રીએ યુવતીને નોકરી આપવા પોતાની સાથે સૂવા માટે કહ્યુ હતુ. કૌભાંડ સામે આવ્યા બાદ તેમણે રાજીનામુ આપી દીધુ અને આ મારા શબ્દોનુ પ્રમાણ છે.ભરતીમાં 300 કરોડનુ કૌભાંડ થયુ: ખડગેપ્રિયાંક ખડગેએ કહ્યુ કે કર્ણાટક પાવર ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડએ આસિસ્ટન્ટ એન્જિનિયર, જુનિયર એન્જિનિયર અને સિવિલ એન્જિનિયર સહિત કુલ 1,492 પદ પર ભરતી કરી છે. બ્લુટૂથનો ઉપયોગ કરીને પરીક્ષામાં બેસેલા એક અભ્યાર્થીની ગોકકમાં ધરપકડ કરવામાં આવી છે. સંભવ છે કે આ ડીલ કુલ 600 પદ માટે કરવામાં આવી હોય. શંકા એ પણ છે કે આસિસ્ટન્ટ એન્જિનિયરના પદ માટે 50 લાખ રૂપિયા અને જુનિયર એન્જિનિયર માટે 30 લાખ રૂપિયા લેવામાં આવ્યા છે. 300 કરોડની ઉચાપત એકાંતમાં થઈ હોય તેવી પણ શક્યતા છે.3 લાખ વિદ્યાર્થીઓ ભવિષ્ય સાથે રમતતેમણે કહ્યુ કે દરેક ભરતી પરીક્ષામાં અનિયમિતતા થવાથી ગરીબ અને પ્રતિભાશાળી વિદ્યાર્થી ક્યાં જાય. ગુનેગારો અને વચેટિયાઓને ખબર છે કે કોઈ કૌભાંડ સામે આવવાથી પણ તેમનુ કંઈ થશે નહીં. સરકાર લગભગ 3 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્યની સાથે રમત કરી રહી છે. જેમણે KPTCL ના પદ માટે અરજી કરી છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.