JMMએ ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માર્ગરેટ અલ્વાને સમર્થન આપવાનું કર્યું એલાન - At This Time

JMMએ ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માર્ગરેટ અલ્વાને સમર્થન આપવાનું કર્યું એલાન


રાંચી, તા. 03 ઓગષ્ટ 2022, બુધવારરાષ્ટ્રપતિ ચૂંટણીમાં વિપક્ષને આંચકો આપતા NDA ઉમેદવાર દ્રૌપદી મૂર્મુને મત આપનારી ઝારખંડ મુક્તિ મોર્ચા (ઝામુમો)એ હવે ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં અપેક્ષા પ્રમાણે માર્ગરેટ અલ્વાને સમર્થન આપવાનું એલાન કર્યુ છે. પાર્ટીએ પોતાના સાંસદોને વિપક્ષી ઉમેદવાર માર્ગરેટ અલ્વાને મત આપવા માટે કહ્યું છે. ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં અલ્વા અને NDA ઉમેદવાર જગદીપ ધનખડ વચ્ચે મુકાબલો છે. ઝામુમો અધ્યક્ષ શિબુ સોરેન દ્વારા સાંસદોને આપવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું કે, તમે જાણો જ છો કે, આગામી ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં વિપક્ષ તરફથી માર્ગરેટ અલ્વા ઉપરાષ્ટ્રપતિ પદના ઉમ્દવાર છે. વિચાર વિમર્શ બાદ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં માર્ગરેટ અલ્વાના પક્ષમાં મતદાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમને બધા સાંસદોને નિર્દેશિત કરવામાં આવે છે કે, 6 ઓગષ્ટના રોજ યોજાનારી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં માર્ગરેટ અલ્વાના પક્ષમાં મતદાન કરવું. ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં ઝારખંડ મુક્તિ મોર્ચાના 3 સાંસદ શિબૂ સોરેન, વિજય હાંસદા અને મહુઆ માજી મતદાતા છે.રાષ્ટ્રપતિ ચૂંટણીમાં વિપક્ષને આપ્યો હતો આંચકોરાષ્ટ્રપતિ ચૂંટણીમાં ઝામુમોએ વિપક્ષને સાથ નહોતો આપ્યો. પાર્ટીએ હજારીબાગથી પૂર્વ સાંસદ અને વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હાના બદલે ઝારખંડના પૂર્વ રાજ્યપાલ અને આદિવાસી સમાજથી આવતા દ્રૌપદી મુર્મૂને મત આપ્યો હતો. ઝામુમોએ રાજયમાં આદિવાસીઓની મોટી વસ્તીને ધ્યાનમાં રાખી આ નિર્ણય લીધો હતો. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.