CM યોગી આદિત્યનાથે હિંદુ યુવા વાહિની સંગઠનના તમામ એકમ બંધ કર્યા - At This Time

CM યોગી આદિત્યનાથે હિંદુ યુવા વાહિની સંગઠનના તમામ એકમ બંધ કર્યા


લખનૌ, તા. 03 ઓગસ્ટ 2022 બુધવારઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા પહેલા યોગી આદિત્યનાથની ઘણી અન્ય ઓળખ હતી. જેમાંથી એક ઓળખ હતી હિંદુ યુવા વાહિની સંગઠન. હવે આ સંગઠન સમગ્ર રીતે ખતમ થઈ ગયુ છે. એટલે કે હવે આ સંગઠનના તમામ એકમ પૂરા થઈ ગયા છે. ભલે તે જિલ્લાની હોય કે પ્રદેશ સ્તરની, હવે હિંદુ યુવા વાહિનીનુ કોઈ એકમ રહેશે નહીં. યોગી આદિત્યનાથે પહેલા જ આ સંગઠનને ભંગ કરવાનો આદેશ આપી દીધો હતો પરંતુ છુટાછવાયા રીતે આના ઘણા એકમ કામ કરી રહ્યા હતા. આજ પછી હિંદુ યુવા વાહિની જેવુ કોઈ સંગઠન હશે નહીં, આને સમગ્ર રીતે ખતમ માનવામાં આવશે.હિંદુ યુવા વાહિની તે સંગઠન છે જેનો પાયો પોતે યોગી આદિત્યનાથે નાખ્યો હતો. આની શરૂઆત ગોરખપુરમાં લગભગ 20 વર્ષ પહેલા થઈ. યોગી આદિત્યનાથનો પોતાનો ગોરખપુર સાથે ગાઢ સંબંધ છે. તેઓ ગોરખપુર મઠના મહંત છે અને ત્યાંથી સાંસદ પણ ચૂંટાયા. યોગી આદિત્યનાથનુ અધ્યાત્મની દુનિયામાંથી રાજકારણમાં આવવુ ગોરખપુર અને અહીં બનેલી હિંદુ યુવા વાહિની દ્વારા જ સંભવ થયુ.હિંદુ યુવા વાહિની પોતાને એક સાંસ્કૃતિક અને સામાજિક સંગઠન ગણાવે છે. આની મૂળ વિચારધારા હિંદુત્વ અને રાષ્ટ્રવાદ છે. હિંદુ યુવા વાહિનીની વેબસાઈટ અનુસાર તે હિંદુ સમાજના એકીકરણ માટે કામ કરે છે. આ માટે તે સમાજમાં અસ્પૃશ્યતા, ઊંચ-નીચની લાગણીને નાબૂદ કરવા માંગે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.