આ રાજ્યના એરપોર્ટનું નામ ભગતસિંહના નામ પરથી રાખવામાં આવશે - At This Time

આ રાજ્યના એરપોર્ટનું નામ ભગતસિંહના નામ પરથી રાખવામાં આવશે


- પંજાબ સરકારે વર્ષ 2017માં માંગણી કરી હતી કે, મોહાલીના એરપોર્ટનું નામ 'શહીદ-એ-આઝમ સરદાર શહીદ ભગત સિંહ ઈન્ટરનેશનલ એરપોર્ટ' હોવું જોઈએચંદીગઢ, તા. 21 ઓગષ્ટ 2022, રવિવારપંજાબ અને હરિયાણાની સરકારો શનિવારે ચંદીગઢ એરપોર્ટનું નામ સ્વતંત્રતા સેનાની ભગત સિંહના નામ પર રાખવા માટે સંમત થયા હતા. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને હરિયાણાના ડેપ્યુટી સીએમ દુષ્યંત ચૌટાલા વચ્ચે આ મુદ્દે થયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી માને ટ્વીટ કર્યું કે, 'પંજાબ અને હરિયાણા ચંદીગઢ ઈન્ટરનેશનલ એરપોર્ટનું નામ શહીદ ભગત સિંહજીના નામ પર રાખવા માટે સંમત થયા છે. આ મુદ્દે આજે હરિયાણાના નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલા સાથે બેઠક યોજાઈ હતી.હરિયાણા સરકારના નિવેદન પ્રમાણે ચૌટાલાએ કહ્યું કે, શહીદ ભગતસિંહ એક એવા સ્વાતંત્ર્ય સેનાની હતા જેમણે દરેક પેઢીના યુવાનોને પ્રેરિત કરે છે. તેમણે કહ્યું કે, એરપોર્ટના નિર્માણમાં અને આધુનિકીકરણમાં બંને રાજ્યો અને ચંદીગઢ તંત્રનું સામૂહિક યોગદાન રહ્યું છે. હરિયાણાના નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે તેના નિર્માણમાં હરિયાણાની સમાન ભાગીદારી હોવાથી તેના નામ સાથે પંચકુલા શહેરનું નામ પણ ઉમેરવું જોઈએ.ચંદીગઠ એરપોર્ટના નામને લઈને વિવાદ થઈ ચૂક્યો છેચૌટાલાએ કહ્યું કે, તેમણે હરિયાણા સરકાર તરફથી પંજાબ સરકારને એક ભલામણ મોકલાવી છે. તેમણે કહ્યું કે, આ સબંધે કેન્દ્ર સરકારને પણ અનુરોધ મોકલવામાં આવશે.  ચંદીગઢ એરપોર્ટના નામને લઈને ભૂતકાળમાં વિવાદ ઊભો થયો હતો. પંજાબ સરકારે વર્ષ 2017માં માંગણી કરી હતી કે, મોહાલીના એરપોર્ટનું નામ 'શહીદ-એ-આઝમ સરદાર શહીદ ભગત સિંહ ઈન્ટરનેશનલ એરપોર્ટ' હોવું જોઈએ. ભગત સિંહના નામ પર હરિયાણા સરકારને વાંધો નહોતોઆ દરમિયાન હરિયાણા સરકારે ભગત સિંહના નામ સામે વાંધો મહોતો પરંતુ એરપોર્ટ માટે આ નામના ઉપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. એરપોર્ટનું ટર્મિનલ પંજાબના મોહાલીમાં આવેલું છે. તે પંજાબ અને હરિયાણા સરકારની એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI)નો રૂ. 485 કરોડનો સંયુક્ત પ્રોજેક્ટ છે.AAP સરકાર ભગતસિંહના બલિદાનને સતત સમર્થન આરી રહી છેછેલ્લા કેટલાક સમયથી એવું જોવા મળી રહ્યું છે કે, આમ આદમી પાર્ટી (AAP) સ્વાતંત્ર્ય સેનાની ભગત સિંહના બલિદાનને પોતાનું સ્પષ્ટ સમર્થન બતાવી રહી છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં જીત બાદ પંજાબના બધા સરકારી કાર્યાલયોમાં બીઆર આંબેડકર અને ભગતસિંહની તસવીરો લગાવવાનો સંકલ્પ લીધો હતો. હવે ચૂંટણી જીત્યા બાદ પાર્ટીએ ભગતસિંહના નામ પર ચંદીગઢ એરપોર્ટનું નામ રાખવાનો પ્રસ્તાવ રાખ્યો છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.