દાહોદ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે અધિકારીઓને તકેદારીના પગલાં લેવા કલેકટરશ્રીની સૂચના - At This Time

દાહોદ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે અધિકારીઓને તકેદારીના પગલાં લેવા કલેકટરશ્રીની સૂચના


વરસાદના હાઈ એલર્ટને પગલે જિલ્લા કલેક્ટર હર્ષિત ગોસાવી અધ્યક્ષતામાં વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ સાથે અગમચેતીના ભાગરૂપે સમીક્ષા બેઠક યોજાઈ

દાહોદ :- દાહોદ જિલ્લા કલેક્ટર હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં આજે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લાના તમામ અમલીકરણ અધિકારીશ્રીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી.
હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી દાહોદ જિલ્લામાં ભારે વરસાદના હાઈ એલર્ટને પગલે આ સમીક્ષા બેઠક બોલાવવામા આવી જિલ્લામાં આવેલા અદલવાડા ડેમ, કાલી-૨ ડેમ અને ,વાકલેશ્વર,માછન નાળા જેવા કે પહાડી વિસ્તારમાં વહેતા ઝરણાઓ અને કોઝવે, ચેકડેમ પર પાણીની આવક થતા ક્યાંક રસ્તા પર પાણી ફરી વળે તેવા સંજોગોમાં આવન–જાવન અને વાહન વ્યવહાર થકી કોઇ જાનહાની કે ડિઝાસ્ટર ન થાય તે માટે અગમચેતીના પગલા માટે ગ્રામ પંચાયત, તલાટી, મામલતદાર, પ્રાંત અધિકારી, ટીડીઓ, નગરપાલિકાના ચીફ ઓફિસર તથા કાયદો વ્યવસ્થા માટે પોલીસ વિભાગોને પણ સાવધાન અને સચેત રહેવા જિલ્લા કલેક્ટરશ્રીએ તાકિદથીી સૂચના આપી હતી. આ અંગે એકશન પ્લાન તૈયાર રાખીને કોઇ ઘટના બને તો કંટ્રોલરૂમને તથા જિલ્લા વહીવટી તંત્રને તાત્કાલિક જાણ કરવા અને બચાવ-રાહતની કામગીરી કરવા જણાવાયું છે. પાણી ભરાઇ જાય તેવા વિસ્તારમાં લોકોનું સ્થળાંતર અને સલામત જગ્યાએ આશ્રય સ્થાન-ભોજન પાણીની વ્યવસ્થા કરવા પણ સૂચના આપવામાં આવી છે. નાવૈયા-તરવૈયા અને રોડ રસ્તા પર ઝાડ પડી જાય તેવા સમયે રસ્તો ખુલ્લો કરીને વાહન વ્યવહારને રાબેતા મુજબ કરવા અને ભયજનક બોર્ડ મૂકીને લોકોને સાવધ કરીને જોખમી રસ્તો ડાવર્ઝન કરીને વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવી.
વહીવટી તંત્રના તમામ અમલીકરણ અધિકારીઓને હેડ ક્વાટર્સમાં રહીને પોતાના વિભાગની કામગીરી સૂપેરે પાડવા જણાવ્યું હતું. આ અંગે સબંધિત મામલતદાર અને પ્રાંત અધિકારીશ્રી પોતાના વિસ્તારમાં હાઈ એલર્ટના પગલે પૂર અંગેની કાળજી રાખે તે જોવા સબંધિતોને જણાવ્યું હતું.
આ બેઠકમાં અધિક કલેક્ટર એ.બી.પાંડોર , પ્રાંત અધિકારી, તમામ મામલતદાર અને જિલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

9979516832


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.