રક્ષાબંધનના દિવસે બનેલી લૂંટની ઘટનાનો ભેદ ઉકેલ આરોપીને જેલ ભેગા કરતી જેસાવાડા પોલીસ. - At This Time

રક્ષાબંધનના દિવસે બનેલી લૂંટની ઘટનાનો ભેદ ઉકેલ આરોપીને જેલ ભેગા કરતી જેસાવાડા પોલીસ.


ગરબાડા તાલુકાના જેસાવાડા ના કાતળીયા કોતર નજીક રક્ષાબંધનના દિવસે બે પરિવારોને રોકી અજાણ્યા પાંચ જેટલા લૂંટારો દ્વારા હાથમાં મારક હથિયારો સાથે બે પરિવારોને રોકી આંતરિક લૂંટ ચલાવી હતી જે ઘટના અંગે જેસાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી અને પોલીસે ધાડ લૂંટની ઘટનાની ઝીણવટ ભરી તપાસ કરી અને લૂંટારુઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા ત્યારે જેસાવાડા પોલીસ મથકના પી.એસ.આઇ એન.એમ રામી તેમજ પોલીસ સ્ટાફના માણસો અલગ અલગ ટીમો બનાવીને ટેકનિકલ અને હ્યુમનસોર્સ ની મદદથી આ લૂંટની ઘટનામાં સંડોવાયેલા આરોપીઓની તપાસમાં હતા તે દરમિયાન મળેલ બાતમીના આધારે વિનુભાઈ વીરસીંગભાઇ ભાભોર ને ધાનપુર રોડ પરથી પકડી પાડી જેસાવાડા પોલીસ મથકે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને તેની પૂછપરછ કરતા તેને પોતાના સાગરિતો સાથે રક્ષાબંધનના તહેવારનાં દિવસે પોતાના સાથીદારો સુક્રમભાઈ બાબુભાઈ ભાભોર , નીલભાઈ છગનભાઈ ભાભોર આકાશભાઈ હસનાભાઈ ભાભોર તથા અન્ય એક સાથે મળી કાતળિયા કોતર નજીક બે મોટર સાયકલઓને ઉભી રખાવી અને તેમની પાસેથી સોનાની ચેન, મંગળસૂત્ર,ચાંદીના છડા દાગીના તથા રોકડ રૂપિયા મળી કુલ ૧,૭૨,૮૦૦ ની લૂંટ ચલાવી હતી. જે ધાડ લૂંટની ઘટનાના આરોપી વિનુભાઈ પાસેથી સોનાની ચેઇન રિકવાર કરી અન્ય ચાર આરોપીઓને ઝડપી પાડવા માટે કામગીરી હાથ ધરી છે ત્યારે જેસાવાડા પોલીસે ગણતરીના દિવસોમાં વડવાના કાતળીયા કોતરપર બનેલી લૂંટની ઘટનામાં સંડોવાયેલા પાંચ લૂંટારું પૈકી એકને ઝડપી પાડી જેલ ભેગો કર્યો.
9979516832


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.