નહેરુ યુવા કેન્દ્ર અમરેલી દ્વારા આયોજિત કે.કે. પારેખ કોમર્સ કોલેજનાં સહીયોગથી યોજાયેલ રોજગાર લક્ષી માર્ગદર્શન સેમીનાર - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/tdy7lcrjynmvm7f8/" left="-10"]

નહેરુ યુવા કેન્દ્ર અમરેલી દ્વારા આયોજિત કે.કે. પારેખ કોમર્સ કોલેજનાં સહીયોગથી યોજાયેલ રોજગાર લક્ષી માર્ગદર્શન સેમીનાર


નહેરુ યુવા કેન્દ્ર અમરેલી દ્વારા આયોજિત કે.કે. પારેખ કોમર્સ કોલેજનાં સહીયોગથી યોજાયેલ રોજગાર લક્ષી માર્ગદર્શન સેમીનાર

અમરેલી નહેરુ યુવા કેન્દ્ર અમરેલી દ્વારા આયોજિત કે.કે. પારેખ કોમર્સ કોલેજનાં સહીયોગથી યોજાયેલ રોજગાર લક્ષી માર્ગદર્શન સેમીનાર
ભારત સરકાર ,યુવા કાર્યકર્મ અને ખેલમંત્રાલય અંતર્ગત નહેરુ યુવા કેન્દ્ર અમરેલી કચેરી દ્વારા રોજગાર લક્ષી માર્ગદર્શન સેમીનાર કે.કે.પારેખ કોમર્સ કોલેજના સહયોગથી કોલેજ હોલમાં શિખર રસ્તોગી DYO નહેરુ યુવા કેન્દ્ર અમરેલી નાં માર્ગદર્શન થી યોજવામાં આવેલ કાર્યક્રમની શરૂઆતમાં યુવાઓના આદર્શ સ્વામી વિવેકાનંદજી ની તસ્વીને પુષ્પ અર્પણ કરી પ્રથમ પધારેલ મહેમાનોનું પ્રો.એમ.એમ.પટેલ સાહેબ દ્વારા શાબ્દીક સ્વાગત કરવામાં આવેલ કાર્યક્રમ ની રૂપરેખા અને નહેરુ યુવા કેન્દ્ર અંગે માહિતી પ્રવીણ જેઠવા એ આપેલ,પ્રો.જે.એમ.તળાવીયા NSS ડીસ્ટ્રીક કોડીનેટર દ્વારા યુવા ઓને ઉચ્ચ અભ્યાસ બાદ જુદી-જુદી ફેકલ્ટી ઓ માં જવા અંગે માર્ગદર્શન આપવામાં આવેલ પૂર્વ પ્રિન્સીપાલ ડો.એમ.એમ. પટેલ એ આજના હરીફાઈ યુગમાં યુવાઓને પોતાની વ્યવસાય ઉધોગ સ્થાપી અન્ય યુવા ઓને રોજગારી આપવા જણાવેલ આપળે મહેન્દ્ર પ્રજાપતિ જિલ્લા રોજગાર અધિકારી શ્રી દ્વારા સરકારી યોજના ઓ અંગે સવિસ્તાર માહિતી આપવામાં આવેલ , નીતિનભાઈ હડિયા જિલ્લા ઉધોગ કેન્દ્ર અમરેલી દ્વરા ધંધા રોજગાર માટે લોન સબસીડી અને વિવિધ યોજનાઓ વિષયે જણાવેલ કાર્યક્રમમાં અંદાજીત 225 યુવાઓ એ ભાગ લીધેલ બધા માટે નહેરુ યુવા કેન્દ્ર અમરેલી તરફથી અલ્યાહાર ની વ્યવસ્થા કરવામાં આવેલ કાર્યક્રમની આભારવિધિ પ્રો.ઠાકર સાહેબ દ્વારા કરવામાં આવેલ સંપૂર્ણ સંચાલન પ્રો.કલ્યાણીબેન રાવળ દ્વારા કરવામાં આવેલ કાર્યક્રમને સફળ બનાવવાં શિવમ ગોસાઈ NYV ,આશિષ જાદવ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવેલ હતી.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]