સેવાનો ત્રીવેણી સંગમ કરીને પિતાની 10-મી પૂણ્ય તિથિની ઉજવણી કરી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/tcbge5hx0bpjszle/" left="-10"]

સેવાનો ત્રીવેણી સંગમ કરીને પિતાની 10-મી પૂણ્ય તિથિની ઉજવણી કરી


સેવાનો ત્રીવેણી સંગમ કરીને પિતાની 10-મી પૂણ્ય તિથિની ઉજવણી કરી

બોટાદ શહેરના સેવાભાવી અને સત્ય નિષ્ઠ,બિન ભષ્ટ્રાચારી નગરપાલીકાના પૂર્વ પ્રમુખ અને હોમયોપોથીક ડો.બટુકભાઈ હરગોવિંદદાસ મહેતાની વાષીંક 10-મી પૂણ્યતિથિ નિમીત્તે તેમના સુપુત્ર ચેતનભાઈ તથા ભરતભાઈ મહેતાએ પિતાની 10 મી પૂણ્યતિથિ નિમીત્તે તા-27-3-2024 ને બુધવારના રોજ સદગત ના આત્મ શ્રેયાથેઁ સવારે બોટાદ મહાજનની દામુભાઈની વાડીમાં ગાયોને લીલી નિરણ ખવડાવીને જીવદયાનું ઉત્તમ કાર્ય કરેલ અને ચકલા માટે ચણની વ્યવસ્થા કરેલ હતી,બપોરે આસ્થા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત સ્નેહનું ઘર મનોદિવ્યાંગ તાલીમ કેન્દ્રમાં ભુલકાને ભાવતી બે-સ્વીટ અને ફરસાણ પીરસીને બાળ ભગવાન આત્માને ખુશ કરેલા.ત્યારબાદ સાંજે બોટાદની તત્ખતસિંહજી જાહેર લાઈબ્રેરીમાં રાજુભાઈ શાહ દ્વારા ચાલતા જ્ઞાનયજ્ઞમાં શ્રમવિસ્તારના બાળકોને ફ્રિ-ટયુશન કલાસીસમાં 90-બાળકોને આઈસ્ક્રીમ ખવડાવીને ખુશ કરેલા અને સદગત સ્વ.બટુકભાઈ મહેતાના આત્મ શ્રેયાથેઁ વિવિધ ત્રણ સેવાકીય પ્રવૃત્તિઓ કરીને મહેતા પરીવારે માનવતાનું ઉદાહરણ સમાજને પુરુ પાડેલ છે.

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]