દામનગર રાષ્ટ્રીય સંતશ્રી રૂદ્રભારતીજી બાપુ બ્રહ્મર્ષી ના વ્યાસાસને મોગલધામ ખાતે શ્રીમદ્રભાગવત કથા યોજાશે - At This Time

દામનગર રાષ્ટ્રીય સંતશ્રી રૂદ્રભારતીજી બાપુ બ્રહ્મર્ષી ના વ્યાસાસને મોગલધામ ખાતે શ્રીમદ્રભાગવત કથા યોજાશે


દામનગર રાષ્ટ્રીય સંતશ્રી રૂદ્રભારતીજી બાપુ બ્રહ્મર્ષી ના વ્યાસાસને મોગલધામ ખાતે શ્રીમદ્રભાગવત કથા યોજાશે

દામનગર છભાડીયા રોડ મોગલધામ ના આંગણે પંચમ્
શ્રીમદ્ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પરમ પૂજય રાષ્ટ્રીય સંત શ્રી શ્રી રૂદ્રભારતીજી બાપુ (બ્રહ્મર્ષી) ના વ્યાસાસને યોજાશે શ્રી મોગલધામ દામનગરને આંગણે પાંચમી વખત શ્રીમદ્ ભાગવત કથાનું મંગલ આયોજન કુળદેવીશ્રી મોમાઈ માતાજી તેમજ રાજરાજેશ્વરી જગતજનની જગદંબા આઇશ્રી મોગલ માતાજીની દિવ્ય કૃપા દ્રષ્ટિથી સર્વ જીવાત્માઓના કલ્યાણ અર્થે પરમ કૃપાળુ પરમાત્મા અખિલ બ્રહ્માંડના અધિપતી શ્રી કૃષ્ણ પરમાત્માની પુનીત કથાગંગા “શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ”નું રુડુ આયોજન સંવત ૨૦૮૦ના ચૈત્ર વદ-૧ ને બુધવાર, તા.૨૪/૪/૨૦૨૪ થી ચૈત્ર વદ-૬ ને મંગળવાર, તા.૩૦/૪/૨૦૨૪ સુધી કરવામાં આવેલ છે. માનવ જીવનને પાવન કરનાર શ્રી કૃષ્ણભક્તિમય જ્ઞાનગંગાનો અમૂલ્ય લ્હાવો લેવા ભગવાનની મંગલકારી કથાનું રસપાન કરવા, ઘોર કલિયુગમાં પાપકર્મોથી મુક્ત થવા, ભક્તિના રંગે રંગાઈ જવા આપ સૌ ધર્મપ્રેમી ભકતજનોને સહપરિવાર મિત્ર મંડળ સહીત પધારવા અમારૂ ભાવભર્યુ આમંત્રણ છે.
કથા દરમિયાન દરરોજ દેહાણ જગ્યાના પૂજ્ય સંતો, મહંતો તેમજ આઈ જગદંબાઓના દર્શનનો લાભ મળશે.પોથીયાત્રા તા.૨૪/૪/૨૦૨૪, બુધવાર,
બપોરે ૩-૦૦ કલાકે કથા પ્રારંભ ચૈત્ર વદ-૧ ને બુધવાર તા.૨૪/૪/૨૦૨જ બપોરે ૪-૩૦ કલાકે.કથા સમય બપોરે ૩ -૦૦ થી ૬-૦૦ સાંજે ૮-૦૦ થી ૧૧-૦૦ તા.૨૪/૪/૨૦૨૪, બુધવાર બપોરે ૪-૩૦ કલાકે જનકભાઈ તળાવીયા ધારાસભ્ય ના વરદ્હસ્તે.કથા પ્રારંભ થશે કથા વિરામ ચૈત્ર વદ-૬ ને મંગળવાર, તા.૩૦/૪/૨૦૨૪ સાંજે ૫-૦૦ કલાકે.કથા દરમિયાન દરરોજ સાંજે ૬-૩૦ કલાકે ભોજન પ્રસાદની વ્યવસ્થા રાખેલ છે. કથા વકતા કથાગંગાના વ્યાસાસને ભાગવતાચાર્ય પરમ પૂજય રાષ્ટ્રીય સંતશ્રી રૂદ્રભારતીજી બાપુ (બ્રહ્મર્ષી)શ્રી સનાતન ખોડલધામ-નિલવડા બિરાજી સંગીતમય શૈલીમાં કથામૃતનું રસપાન કરાવશે.પોથીજીની યાત્રા કપિલ પ્રાગટ્ય નૃસિંહ પ્રાગટ્ય વામન પ્રાગટ્ય શ્રી રામ પ્રાગટ્ય શ્રી કૃષ્ણ જન્મોત્સવ બાળ લીલા મહારાસ સુદામા ચરિત્ર પરિક્ષિત મોક્ષ કથા વિરામ જેવા દેવચરિત્ર વેશભૂષા સાથે ઉજવાશે કથા સ્થળ મુ.દામનગર, છભાડીયા રોડ, તા.લાઠી જી.અમરેલી.શ્રી મોગલધામ, દામનગર ખાતે યોજાશે તેમ નિરુભાઈ ગઢવી લાંગાવદરા ની યાદી માં જણાવ્યું છે
રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.