શ્રી મોંધીબહેન બધેકા બાલમંદિર નો ૭૧ મો વાર્ષિકોત્સવ ગુજરાત પૂર્વ નિયામક નલિનભાઈ પંડિત ની અધ્યક્ષતા માં યોજાયો - At This Time

શ્રી મોંધીબહેન બધેકા બાલમંદિર નો ૭૧ મો વાર્ષિકોત્સવ ગુજરાત પૂર્વ નિયામક નલિનભાઈ પંડિત ની અધ્યક્ષતા માં યોજાયો


શ્રી મોંધીબહેન બધેકા બાલમંદિર નો ૭૧ મો વાર્ષિકોત્સવ ગુજરાત પૂર્વ નિયામક નલિનભાઈ પંડિત ની અધ્યક્ષતા માં યોજાયો
ભાવનગર શિશુવિહાર સંસ્થા દ્વારા શ્રમિક પરિવારોના બાળકો ની કેળવણી માટે સને ૧૯૫૨ સ્થાપિત શ્રી મોંધીબહેન બધેકા બાલમંદિર નો ૭૧ મો વાર્ષિકોત્સવ તા.૧૩ એપ્રિલે યોજાઈ ગયો ગુજરાત ના GCRTC ના પૂર્વ નિયામક નલિનભાઈ પંડિત પૂર્વ આચાર્ય પરેશભાઈ ત્રિવેદી સંસ્થા ના પ્રમુખ રાજેન્દ્રભાઈ દવે તથા સહ મંત્રી શ્રી ઇન્દિરાબહેન ભટ્ટ ની પ્રેરક ઉપસ્થિતિ માં રંગારંગ કાર્યક્રમ માં બાલમંદિર ના બાળકો એ અભિનય ગાન, કૂચ ગીત અને પ્રવૃત્તિઓનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો..વર્ષ દરમિયાન પંચ જાગૃત વાલી સભામાં હાજર સાથે પોતાના બાળકના વિકાસ માં શ્રેષ્ઠ પ્રદાન કરનાર મા-બાપ ને પ્રોત્સાહિત કરવામાં આવેલ આખું વર્ષ બાળકોને સલામત અને નિયમિત સમયસર બાલ મંદિર લાવતા રિક્ષા ચાલક શ્રી મનીષભાઈ તથા અલ્તાફભાઈ નું વિશેષ અભિવાદન કરવામાં આવ્યું હતું શિશુવિહાર સંચાલિત શ્રી મોંઘીબહેન બધેકા બાલમંદિર ના ઉપક્રમે ભાર વિનાની જીવન મૂલક કેળવણી ના ઉત્સવ માં ૧૮૦ થી વધુ નાગરિકો જોડાયા હતા..કાર્યક્રમ નું સંકલન બાલમંદિર ના આચાર્ય શ્રી અંકિતાબહેન ભટ્ટે કર્યું હતું...

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.