નેગોશિયેબલ ઈસ્ટુમેન્ટ એક્ટની ફરિયાદમાં ચેક રિટર્ન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરતી વિછીયા કોર્ટ - At This Time

નેગોશિયેબલ ઈસ્ટુમેન્ટ એક્ટની ફરિયાદમાં ચેક રિટર્ન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરતી વિછીયા કોર્ટ


આ કેસની ખરી હકીકત જોતા વિછીયાના સાગર પ્રોપ્રરાઈટરના ભરતભાઈ ટી. જમોડ પાસેથી હિતેશભાઈ એ.ગોહિલે તારીખ- ૦૩/૧૦/૨૦૨૨ ના રોજ ટી.એમ.ટી. લોખંડ બારના સળિયાની ૪,૦૦,૦૦૦/- અંકે રૂપિયા ચાર લાખની ખરીદી કરેલ અને તે પેટે હિતેશભાઈ એ. ગોહિલે સાગર પ્રોપ્રરાઈટરના ભરતભાઈ ટી. જમોડને વિજય કો. ઓપરેટિવ બેંક - રાજકોટ શાખાનો ચેક આપેલ. આમ સમય મર્યાદા પૂરી થતાં ભરતભાઈ ટી. જમોડે તે ચેક બેન્ક ઓફ ઇન્ડિયા વિંછીયા શાખામાં નાખેલ અને તે ચેક ફંડ ઈનસફિશીયન્ટના શેરા સાથે ચેક પરત ફરેલ. આમ ભરતભાઈ ટી. જમોડે એડવોકેટશ્રી મારફતે હિતેશભાઈ એ. ગોહિલને લેખિત નોટિસ મોકલેલ અને ત્યારબાદ નોટિસની સમય મર્યાદા અનુસંધાને વિછીયા નામદાર કોર્ટમાં હિતેશભાઈ એ.ગોહિલ સામે ઇન્સ્ટ્રુમેન્ટ કલમ ૧૩૮ મુજબ કેસ દાખલ કરેલ.

આમ વિછીયાના નામદાર મહેરબાન પ્રિન્સિપાલ એડિશનલ સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી કે.એન.જોશી સાહેબની કોર્ટમાં કેસ ચાલી જતા અને ફરિયાદી ભરતભાઇ ટી. જમોડ અને આરોપી હિતેશભાઈ એ.ગોહિલ દ્વારા નામદાર કોર્ટમાં કેસ અનુસંધાને એડવોકેટશ્રી મારફતેઆધારે પુરાવાઓ અને દસ્તાવેજો રજુ કરેલ. આમ આરોપીના એડવોકેટશ્રી વિનેશભાઈ એન.વાલાણી દ્વારા નામદાર કોર્ટમાં આ કેસની ખરી હકીકત અને વિગતોને ધ્યાને મુકેલ તેમજ હાઇકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ટાંકીને ધારદાર દલીલો કરેલ અને જજમેન્ટો રજૂ રાખેલ. આમ નામદાર કોર્ટ દ્વારા બંને પક્ષકારો તેમજ એડવોકેટશ્રીઓને સાંભળેલ તેમજ કેસની ખરી હકીકતની નોંધ લીધેલ તેમજ વિવિધ ચુકાદાઓને ધ્યાનમાં લીધેલ અને ધી નેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ ના ભંગ સંબબના ગુનામાં પુરાવાના અભાવે શંકાનો લાભ આપી પુરાવાના અભાવે નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરવામાં આવેલ. આમ બચાવ પક્ષે વિદ્વાન એડવોકેટશ્રી વિનેશભાઈ એન.વાલાણી તથા પિયુષભાઈ બી ખોખર રોકાયેલા હતા.

સંકલન બાય:- એડવોકેટ-પ્રકાશ પ્રજાપતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.