રાજકોટમાં વેપારી સાથે શેરબજારમાં રોકાણના બહાને 69.50 લાખની છેતરપિંડી - At This Time

રાજકોટમાં વેપારી સાથે શેરબજારમાં રોકાણના બહાને 69.50 લાખની છેતરપિંડી


રાજકોટમાં રવીપાર્ક પાછળ રહેતાં દુધના ધંધાર્થી કમલેશભાઈ પટેલને વાણીયાવાડીના હરેશ પીપળવા અને ધાર્મિક પીપળવાએ શેરબજારમાં રોકાણ કરવાના બહાને તેના પરિવાર અને મિત્રો પાસે રૂ.69.50 લાખનું રોકાણ કરાવી બાદમાં રૂપિયા પરત ન આપતાં બંને શખ્સો સામે એ. ડિવિઝન પોલીસ મથકે છેતરપિંડીની ફરીયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે રાજકોટમાં પ્રેમમંદિરની બાજુમાં રવીપાર્ક પાછળ રહેતાં કમલેશભાઇ વશરામભાઇ ગોંડલીયા (ઉ.વ.42) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે હરેશ પ્રવીણ પીપળવા, ધાર્મિક રમેશ પીપળવા (રહે.વિશાખા એપાર્ટમેન્ટ, વાણીયાવાડી) નું નામ આપતાં એ. ડિવિઝન પોલીસે આરોપીઓ વિરૂદ્ધ 406,420 સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું કે, તેઓ ઉપરોકત સરનામે ખોડીયાર ડેરીના નામથી ડેરી ધરાવી દૂધનો વેપાર કરે છે. આઠેક મહીના પહેલા જાન્યુઆરી-2023 તેઓને તેના મીત્ર જયેશભાઇ હીંમતલાલ ગાંધી મારફતે લખાજીરાજરોડ પર આવેલ રાજયોગ ચેમ્બરમાં ઓફીસ ધરાવતાં હરેશ પીપળવા તથા ધાર્મિક પીપળવા સાથે ઓળખાણ થયેલ હતી. બંને શખ્સો શેરબજારનું કામ કરતા હોય જેથી તેઓને તથા તેના મીત્ર જયેશભાઇ ગાંધીને શેરબજારમાં રોકાણ કરવુ હોય જેથી બંને હરેશભાઇ પીપળવા તથા ધાર્મિક પીપળવાની રાજયોગ ચેમ્બર, લાખારાજ રોડ બાપુના બાવલા સામે આવેલ ઓફિસે ગયેલ હતાં.
બંને શખ્સ સાથે શેરબજારમાં રોકાણ કરવા માટે વાત કરતા જે રકમનુ રોકાણ કરીએ તેનું જે પ્રોફીટ થશે તેમાથી દર મહીને ફીકસ પાંચ ટકા લેખે તેઓને પ્રોફીટના રૂપીયા આપશે, તેમજ જો કોઇ નુકશાની જશે તો તેની સંપુર્ણ જવાબદારી તે બંને શખ્સની રહેશે તેમજ રોકાણ કરવા આપેલ રૂપીયા પોમીસરી નોટ કરી આપવામાં આવશે તેવી અમારે વાત થયેલ હતી.
બાદમાં ફરિયાદીએ આ વાત અમારા મીત્ર વર્તુળમાં કરતા બીજા મીત્રો પરબતભાઇ લાખાભાઇ ખટાણા, રાણાભાઇ દેવાયતભાઇ ખટાણા, જયેશભાઈ સુરેશભાઇ પંડયા, હીરેનપુરી અશ્વિનપુરી ગોસાઇ, કલ્પેશભાઇ અરવીંદભાઇ ઠકરાર વિગેરેને વાત કરતા તેઓને પણ રોકાણ કરવુ હોય જેથી આરોપીઓને વાત કરતા તેઓએ તમામ સાથે એક મીટીંગ જાન્યુઆરી-2023 મા યુનિવર્સટી રોડ ઉપર એસ.એન.કે. ચોક પાસે આવેલ એક ચાની હોટલ ખાતે ગોઠવેલ હતી, ત્યા તમામ સાથે શેરબજારમાં પૈસાનું રોકાણ કરવા અંગે વાતચીત થયેલ હતી, તેમજ બંને શખ્સોએ નાણા રોકાણ કરવા માટે જે વ્યકતી નાણા રોકે તે રકમની નોટરી કરી આપવામાં આવશે તેમજ તેટલી રકમના ચેકો જે તે રોકાણકારને બાકી રકમની ચુકવણી પેટેના ચેક આપવામા આવશે તેવી ખાત્રી આપેલ હતી.
તેમજ નાણાનું રોકાણ કરી અને જે રકમનું રોકાણ કરીએ તેનું જે કાંઇ પ્રોફીટ થશે તે પ્રોફીટમાથી રોકાણકારને દર મહીને ફીકસ પાંચ ટકા લેખે પ્રોફીટના રૂપીયા આપશે તેમજ જો કોઇ નુકશાની જશે તો તેની સંપુર્ણ જવાબદારી બંને શખ્સોની રહેશે તેવો વીશ્વાસ આપતાં રૂપિયા શેરબજારમાં રોકાણ કરવાનું નકકી થયેલ હતુ. બાદમાં અલગ અલગ સમયે બંને આરોપીઓને રોકડ, આર.ટી.જી.એસ.થી તથા ચેક મારફતે રોકાણ માટેના કુલ રૂ.69.50 લાખ આપેલ હતાં. જેમાં આરોપીએ ત્રણ માસ સુધી પ્રોફિટ આપી બાદમાં હાથ ઊંચા કરી છેતરપીંડી આચરી હતી
► કમલેશભાઇ વશરામભાઇ ગોંડલીયાના- 32 લાખ ચેકથી તેમજ 18 લાખ રોકડા આપેલ
► ફરિયાદીની માતા સવીતાબેન વશરામભાઈના - 04 લાખ
► ફરિયાદીના પિતા વશરામભાઈ ગોંડલીયાના - 05 લાખ
► ફરિયાદીના પત્ની શીતલબેનના - 05 લાખ
► પરબતભાઈ લાખાભાઈ ખાટાણાના- 12 લાખ
► રાણાભાઈ દેવરાજભાઈ ખટાણાના - 10 લાખ
► જયેશભાઈ હીમતલાલ ગાંધીના - 03 લાખ
► પરેશભાઈ સુરેશભાઇ પંડયાના - 2.50 લાખ
► હીરેનપુરી અશ્વીનપુરી ગોસાઈના - 05 લાખ


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.