રાજકોટમાં મિઝોરમની યુવતીનો ફાંસો ખાઈ આપઘાત - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/t4dr8szixcl2pbwg/" left="-10"]

રાજકોટમાં મિઝોરમની યુવતીનો ફાંસો ખાઈ આપઘાત


રાજકોટના છોટુનગરમાં રહેતી મિઝોરમની યુવતી લલમોન્ઝીલી છકછુપાક (ઉ.વ.26)એ ગળાફાંસો લગાવી મોત વ્હાલું કર્યું હતું. બુધવારે બનેલી આ ઘટના અંગે મળતી વિગત મુજબ વહેલી સવારે છોટુનગરમાં ભાડાના મકાનમાં રહેતી મિઝોરમની યુવતીએ ઘરમાં પડદાના કપડાને પંખા સાથે બાંધી ગળે ફાંસો લગાવી લીધો હતો.
પોલીસ તરફથી મળેલી વિગત મુજબ મૃતક અને તેની મોટી બહેન બન્ને બહેનો સાથે રહેતી હતી. મંગળવારે રાત્રે મૃતકે બહાર ફરવા જવાની વાત કરી હતી પણ મોટી બહેને ફરવા જવાની ના પાડી હતી.
મોટી બહેન સુઈ ગયા પછી મોડી રાત્રે આ યુવતીએ ફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી લીધી હતી. મોટી બહેન જાગી ત્યારે યુવતીનો લટકતો દેહ જોવા મળ્યો હતો. ગાંધીગ્રામ પોલીસના સ્ટાફે મૃતદેહ પોસ્ટમોર્ટમ અંગે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]