હિંમતનગરમાં વોટર વિલાનું ઉદ્ઘાટન ગુજરાત ભૂતપૂર્વ ગૃહમંત્રી પ્રફુલભાઇ પટેલે રીબીન કાપીને ખુલ્લું મૂક્યું. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/t2kyvf0io16vvtab/" left="-10"]

હિંમતનગરમાં વોટર વિલાનું ઉદ્ઘાટન ગુજરાત ભૂતપૂર્વ ગૃહમંત્રી પ્રફુલભાઇ પટેલે રીબીન કાપીને ખુલ્લું મૂક્યું.


હિંમતનગરમાં વોટર વિલાનું ઉદ્ઘાટન ગુજરાત ભૂતપૂર્વ ગૃહમંત્રી પ્રફુલભાઇ પટેલે રીબીન કાપીને ખુલ્લું મૂક્યું.
હિમતનગર બાયપાસ રોડ પર શહેરીજનો માટે નવું નજરાણું વોટર વિલાને આજે દીવ દમણ અને દાદરા નગર હવેલી, લક્ષદીપના પ્રશાશક પ્રફુલ પટેલે ખુલ્લું મુક્યું હતું સાથે આખાય વોટર વિલાની મુલાકાત પણ લીધી હતી. આ પ્રસંગે હિંમતનગરના ધારાસભ્ય વી.ડી.ઝાલા, સી જે.ચાવડા પણ જોડાયા હતા.
આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગર આરટીઓ બાયપાસ રોડ ટોલ નાકા પાસે હાઈવે ને અડી ને 20 એકરથી વધુ જમીનમાં આકાર પામેલ વોટર વિલા જેમાં વોટર રાઈડ છે. તે વોટર વિલાનું શુક્રવારે દીવ દમણ અને દાદરા નગર હવેલી લક્ષદીપના પ્રશાસક પ્રફુલ પટેલે ખુલ્લું મુક્યું હતું. હિંમતનગરના શહેરીજનો માટે આ એક જરૂરી નવું નજરાણું છે. અગામી દિવસોમાં આજુબાજુના જિલ્લામાંથી પણ અહિયાં લોકો આવશે. આ પ્રસંગે તેમને સ્વચ્છતા પર વધુ ભાર મુક્યો હતો. પ્રફુલ પટેલ, હિમતનગર ધારાસભ્ય વી.ડી.ઝાલા અને સી.જે.ચાવડા આખાય વોટર વિલાની મુલાકાત લીધી હતી. હિંમતનગરમાં વોટર વિલાનું ઉદ્ઘાટન ગુજરાત ભૂતપૂર્વ ગૃહમંત્રી પ્રફુલભાઇ પટેલે રીબીન કાપીને ખુલ્લું મૂક્યું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]