જૈનાચાર્ય આનંદધનસુરી વિધાલયનું ગૌરવ........ તા. 16,17 ફેબ્રુઆરી, 2024 ના રોજ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ru6qe7twnwq99ro2/" left="-10"]

જૈનાચાર્ય આનંદધનસુરી વિધાલયનું ગૌરવ…….. તા. 16,17 ફેબ્રુઆરી, 2024 ના રોજ


જૈનાચાર્ય આનંદધનસુરી વિધાલયનું ગૌરવ........
તા. 16,17 ફેબ્રુઆરી, 2024 ના રોજ મુ.અણખોલ તા.તલોદ જી. સાબરકાંઠા મુકામે સાબરકાંઠા અરવલ્લી જીલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘની જિલ્લા રેલી યોજવામાં આવી હતી. તેમાં હિંમતનગરની જૈનાચાર્ય આનંદઘનસુરી વિદ્યાલયના 30 સ્કાઉટ બાળકોએ અને 17 ગાઈડ બાળાઓએ એમ કુલ 47 બાળકોએ ભાગ લીધો હતો તેમની સાથે શાળાના સ્કાઉટ માસ્ટર અને સાબરકાંઠા જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘના જિલ્લા કમિશનર શ્રી નીતિનભાઈ ગુર્જર ,જયશ્રીબેન મહેતા તથા રશ્મિબેન ડોડીયાએ ભાગ લીધો હતો. સાબરકાંઠા અરવલ્લી જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ તરફથી જિલ્લા રેલીમાં ભાગ લેવા બદલ પ્રાપ્ત થયેલ ટ્રોફીથી શાળાનું ગૌરવ વધારવા બદલ શાળાના આચાર્ય શ્રી સ્ટાફમિત્રો અને શ્રી સોસાયટીનગર વિકાસ મંડળ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]