શ્રી હરિ વિદ્યા સંકુલ સનાળીમાં રંગોત્સવનું આયોજન - At This Time

શ્રી હરિ વિદ્યા સંકુલ સનાળીમાં રંગોત્સવનું આયોજન


શ્રી હરિ વિદ્યા સંકુલ સનાળીમાં રંગોત્સવનું આયોજન

આજરોજ અમારી શાળા શ્રી હરિ વિદ્યા સંકુલ સનાલીમાં હોળી ધુળેટી પર્વની રંગોત્સવ રૂપે ઉજવણી કરવામાં આવી હતી પ્રાર્થના કાર્યક્રમમાં શિક્ષકો દ્વારા હોળી ધૂળેટી પર્વની પૌરાણિક દંત કથા કહી તેનું મહત્વ સમજાવ્યું હતું સાથોસાથ શહિદ દિવસ તેમજ વિશ્વ હવામાન દિવસની પણ ઉજવણી કરવામાં આવેલ તેમજ રંગોત્સવ કાર્યક્રમમાં તમામ ધોરણના બાળકો દ્વારા એકબીજાને રંગ લગાવીને ખૂબ આનંદનો અનુભવ કર્યો હતો.આ તમામ કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર સ્ટાફે ખૂબ જહેમત ઉઠાવી હતી સાથોસાથ શાળાના સંચાલક ઘનશ્યામભાઈ ફતેપરા એ હોળી ધુળેટી પર્વની રસપ્રદ વાતો દ્વારા મહત્વ સમજાવ્યું હતું અંતમાં તમામ બાળકોને ખજૂર દાળીયા ખવડાવીને કાર્યક્રમ પૂર્ણ કરેલ.

અહેવાલ કનુભાઈ ખાચર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.