જનડા શાળામાં ધામ ધૂમથી અનોખી ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી - At This Time

જનડા શાળામાં ધામ ધૂમથી અનોખી ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી


જનડા શાળામાં અનોખી ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી

બોટાદ જિલ્લા ના ગઢડા તાલુકાની શ્રી જનડા પ્રાથમિક શાળામાં તારીખ 23/3/2024ના રોજ રંગોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.જેમાં સૌપ્રથમ વિદ્યાર્થીઓને હોળી વિશે ચિત્રસ્પર્ધામાં ભાગ લીધો હતો.ત્યાર બાદ શાળાની દીકરીઓએ ફૂલોની રંગોળી સ્પર્ધામાં ભાગ લીધો હતો.ત્યાર બાદ વનકન્યા સ્પર્ધામાં ભાગ લીધો હતો ત્યાર બાદ પૌરાણિક મહત્વ સમજાવવામાં આવ્યુ હતુ તથા કેમિકલ યુક્ત તથા ચામડીને નુકસાનકારક રંગોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી હતી.ત્યારબાદ શાળાના પ્રાંગણમાં હોળીના ગીતોના સથવારે દરેક વિદ્યાર્થી ભાઈ બહેનોએ એકબીજાને રંગોથી રંગીને હોળીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી તથા કેસૂડાના રંગથી એક બીજાને રોળાયા હતા.આ રંગોત્સવનું આયોજન શાળા આચાર્ય ગાબુ મનુભાઈએ કર્યું હતું તથા તમામ શિક્ષકો એ સંપૂર્ણ સાથ આપ્યો હતો અને હર્ષલ્લાસપૂર્વક વાતાવરણમાં હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.