લીલીયા મોટા ખાતે મતદાર જાગૃતિ અભિયાન રેલી યોજાઇ - At This Time

લીલીયા મોટા ખાતે મતદાર જાગૃતિ અભિયાન રેલી યોજાઇ


લીલીયા મોટા ખાતે સવિપ એક્ટિવિટી તથા TIP અંતર્ગત મામલતદાર દેસાઈના માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા લીલિયા વિધાનસભા બેઠક તળે આજે મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવેલ આ રેલી મામલતદાર કચેરીથી પ્રારંભ થઈ શહેરના વિવિધ વિસ્તારોમાં મહિલા મતદાર અને નવા મતદાતાવો ને જાગૃત કરવા રેલીનું આયોજન કરવામાં આવેલ જેમાં વડવાળા હનુમાન ચોક ખાતે વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સાંકળ રચી પહેલા મતદાન પછી કામનો સંકલ્પ લીધો હતો આ તકે TDO તુષાર રાદડિયા,PSI એસ.આર.ગોહિલ,ટી.પી.ઓ મકવાણા,સહિત વિવિધ વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહેલ તેમ ઈમરાન પઠાણ ની યાદી માં જણાવેલ છે

રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.