નાણાવટી ચોક નજીક નંદનવન સોસાયટી પાસેથી રૂ।.13 લાખનો દારૂ પકડાયો:ચાલક ફરાર - At This Time

નાણાવટી ચોક નજીક નંદનવન સોસાયટી પાસેથી રૂ।.13 લાખનો દારૂ પકડાયો:ચાલક ફરાર


નાણાવટી ચોક નજીક નંદનવન સોસયટી પાસેથી યુનિવર્સિટી પોલીસે રૂ।.13 લાખના દારૂ સાથે ઇનોવા કાર ઝડપી લીધી હતી એ સાથે ચાલક ફરાર થયો હતો. વધુ વિગતો મુજબ,યુનિવર્સિટી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીને આધારે હેડકોન્સ્ટેબલ સિદ્ધરાજસિંહ જાડેજા અને સ્ટાફે બાતમી પરથી જીજે.03.એચકે.9756 નંબરની ઇનોવા કારમાં દારૂ હોવાની બાતમી મળતા જ પીછો કરતા બોલેરો રેઢો મૂકી ચાલક ફરાર થઇ ગયો હતો અને નંદનવન સોસાયટી પાસેથી બોલેરો અટકાવી તલાશી લેતા તેમાંથી કુલ 113 દારૂની બોટલ રૂ।.13 લાખની તેમજ ઇનોવા ગાડી સહિત રૂ।.13 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.