મહિસાગર જિલ્લામાં કડાણા તાલુકાની પ્રાથમિક શાળાઓ માં ત્રણ દિવસીય પ્રવેશોત્સવ કાર્યક્રમો ની શરૂઆત કરવામાં આવી. - At This Time

મહિસાગર જિલ્લામાં કડાણા તાલુકાની પ્રાથમિક શાળાઓ માં ત્રણ દિવસીય પ્રવેશોત્સવ કાર્યક્રમો ની શરૂઆત કરવામાં આવી.


મહિસાગર જિલ્લામાં કડાણા તાલુકાની પ્રાથમિક શાળાઓ માં ત્રણ દિવસીય પ્રવેશોત્સવ કાર્યક્રમો ની શરૂઆત કરવામાં આવી.

મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાની પ્રાથમિક શાળા ઓ માં આજથી પ્રવેશોત્સવ ની ઉજવણી ચાલું કરવામાં આવી હતી

આમ ૨૩ તારીખથી ત્રણ દિવસ માટે શરૂ થયેલ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત આજરોજ કડાણા તાલુકાની વિવિધ પ્રાથમિક શાળા ઓ માં પ્રવેશોત્સવનુ આયોજન કરવામા આવ્યુ હતુ,
આમ ઉનાળું વેકેશન પૂર્ણ થયા બાદ શાળાના નવા સત્રમાં નાનાં ભૂલકાંઓને શાળા પ્રવેશ કરાવવા માટે રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવનાં કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે.
આ કાર્યક્રમ માં ઉપસ્થિત અતિથિઓ અને ગામનાં અગ્રણી ઓ દ્વારા આ પ્રવેશોત્સવ દ્વારા પ્રવેશ કરતાં નાના ભૂલકાંઓને તિલક કરી અને મોં મીઠું કરાવી પ્રવેશ આપવામા આવ્યો હતો.

આમ કડાણા તાલુકાની વિવિધ પ્રાથમિક શાળા ઓ માં પ્રવેશ કરતાં ભૂલકાઓનુ આજરોજ સ્વાગત કરી તથા વિવિધ માર્ગદર્શન આપી અને શાળા પ્રવેશોત્સવ ની ત્રણ દિવસીય પ્રવેશોત્સવ ની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.

રિપોર્ટર - અરવિંદભાઈ ખાંટ
મહીસાગર, કડાણા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.