કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો - At This Time

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો


કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ -2022
ગુજરાત સરકાર માં શિક્ષણ વિભાગ પ્રેરિત સમગ્ર રાજ્ય માં તા.23 જૂન થી 25 જૂન સુધી ત્રણ દિવસ શાળા પ્રવેશોત્સવ ની ઊજવણી કરવાનુ નક્કી કર્યું છે .
જેના ભાગ રૂપે આજ રોજ લાકડિયા ની લાકડિયા કુમાર ગ્રુપ શાળા તથા લાકડિયા પ્રા. કન્યા શાળા ના સયુંકત કાર્યક્રમ કરવામાં આવ્યો હતો
મુખ્ય અતિથિ તરીકે પુર્વ નાણાં મંત્રી બાબુભાઈ મેઘજી શાહ , તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ભગવાનભાઇ બી ગુર્જર તેમજ બી આર સી કો તથા સી. આર. સી કો અને શિક્ષણ વિભાગના કર્મચારીઓ તેમજ શાળા વ્યવસ્થા સમિત ના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને સભ્યો અન્ય મહેમાનો ની હાજરી વચ્ચે બાળકોએ શાળામાં પ્રવેશ મેળવ્યો હતો. જેમાં આંગણવાડી અને શાળાના ભૂલકાંઓને શૈક્ષણિક કીટ સાથે સ્વાગત પછી સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત થયો હતો તેમજ તેજસ્વી તારલા ઓ નુ ઈનામ વિતરણ સાથે સન્માન કરવામાં આવ્યું હતું
પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા શાળા પ્રવેશોત્સવ ને અનુરૂપ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ગ્રુપ શાળા ના આચાર્ય શ્રી પ્રવિણભાઈ મચ્છોયા અને કન્યા પ્રા. શાળાના આચાર્ય શ્રી જે બી રાઠોડ સાહેબ બન્ને શાળા ના શિક્ષકગણે ખાસ જહેમત ઉઠાવી હતી.
કાર્યક્રમ નું સંચાલન કન્યા અને કુમાર શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું ગ્રુપ શાળા આચાર્ય શ્રી પ્રવિણભાઈ મચ્છોયા દ્વારા આભાર વિધિ કરીને કાર્યક્રમ નું સમાપન કર્યું

પત્રકાર : પ્રકાશકુમાર શ્રીમાળી
એટ ધીશ ટાઈમ ન્યુઝ ભચાઉ
મો : 9427392494


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.