સોમાસર ગામે મનરેગા યોજના અંતર્ગત કામ માં ભ્રષ્ટાચાર બાબતે પોલીસ માં અરજી - At This Time

સોમાસર ગામે મનરેગા યોજના અંતર્ગત કામ માં ભ્રષ્ટાચાર બાબતે પોલીસ માં અરજી


*મુળી તાલુકાનાં સોમાસર ગામે મનરેગા યોજના અંતર્ગત કામોમાં ભ્રષ્ટાચાર બાબતે પોલીસ માં અરજી*

*૨૦૧૯-૨૦-૨૧ માં સરપંચ દ્વારા ખોટા જોબ કાર્ડ બનાવી કરેલ ભ્રષ્ટાચાર*

મુળી તાલુકાનાં સોમાસર ગામે મનરેગા યોજના અંતર્ગત કામ કરવામાં આવેલ તેમાં ખોટા કામ ખોટા દસ્તાવેજો ખોટા બીલો ખોટા કામ માપણી ખોટા મટીરિયલ બીલો અને ખોટા જોબ કાર્ડ બતાવી સુવ્યવસ્થિત રીતે જે તે સમયનાં સરપંચ દ્વારા અંદાજે બે કરોડ રૂપિયા નો ભ્રષ્ટાચાર થયેલ હોય તેમ સોમાસર નાં જાગૃત નાગરિક ચમનલાલ વાઘેલા એ જણાવ્યું હતું જેમાં તેઓએ આજે મુળી તાલુકા પોલીસ મથકે અરજી આપી જવાબદાર વ્યક્તિ ઓ સામે એફ.આઈ.આર નોંધવામાં આવે તેમ જણાવ્યું હતું વધું માં તેઓએ અનેક રજૂઆતો કરી હતી જેમાં તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી ને લેખિતમાં અનેક રજૂઆતો કરવાં છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં ન આવતાં પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરવામાં આવે તે માટે અરજી કરતાં ચકચાર ફેલાઇ છે તેઓ એ અનેક આધારભૂત માહિતી સાથે પુરાવા પણ આપેલ છે જેમાં હાલનાં સરપંચ સોમાસર ગામે ગામ પંચાયત માં ફરજ બજાવતા શકુન્તલા બેન હસુભાઈ ગોલાણી જેઓ હાલ સરપંચ છે જેઓ ૪-૧૧-૧૯ થી ૨૧-૧૨-૨૦ સુધી સંકલીત બાળ વિકાસ યોજના મુળી ઘટકમા હેલ્પર તરીકે ફરજ બજાવતા હતા દરમિયાન પગાર વેતન શકુન્તલા બેન હસુભાઈ ગોલાણી સરકાર તરફથી બેન્ક એકાઉન્ટ મુળી જમાં કરાવેલ છે અને જોબ કાર્ડ નાં પણ નાણાં જમા થયેલ છે ત્યારે સરપંચ તરીકે તેમનાં પતિ હસુભાઈ ગોલાણી હતાં અને નાણાં નો ગેર‌ઉપયોગ સ્પષ્ટ નજરે જોવા મળે છે એ સિવાય અન્ય પાંચ વ્યક્તિઓ જે પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરે છે જેઓ ની માસીક પગાર ૧૫ હજાર છે તેઓ પણ જોબ કાર્ડ માં ખોટા નામ દર્શાવેલ અને તેઓ નાં ખાતાં માં નાણાં જમા થયેલ છે આ ઉપરાંત અનેક ખોટા જોબ કાર્ડ બનાવી નાણાં ઉચાપત કરવામાં આવી છે તેમાં એક વિધાર્થી ની અભ્યાસ કરે છે પાંચ હિરા નાં કારખાનેદારો જેઓ ભાવનગર અમદાવાદ ખાતે છેલ્લા પચીસ વર્ષ થી રહે છે એક શિક્ષક અને પી્ડબ્લયુડી નાં એક કર્મચારી અને ત્રણ પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતા માણસો સુરેન્દ્રનગર પાન માવા નો દુકાનદાર આને મોટી જમીન ધરાવતા ખેડૂતો નાં નામે જોબ કાર્ડ બનાવી સરકાર નાં નાણાં ચાઉં કરવામાં આવેલ સ્પષ્ટ નજરે નિહાળી શકાય છે અમુક કામો તો કર્યા વગર જ ખોટા કામ દર્શાવી બીલો બનાવવા માં આવેલ છે જે કામો થયાં તેમાં યંત્ર નો ઉપયોગ થયો છે નહીં કે માનવદીન નો સોમાસર ગામનાં અનેક વ્યક્તિઓ આ બાબતે ખુલ્લીને બોલી રહ્યા છે કે અમો કોઈ કામે ક્યારેય પણ ગયેલાં નથી અને અમારા જોબ કાર્ડ નો ઉપયોગ સરપંચ દ્વારા ખોટી રીતે કરવામાં આવેલ છે આ સમગ્ર કૌભાંડ બાબતે કશું બહાર ન આવે તે માટે જોબ કાર્ડ ધારકો નાં બેન્ક એકાઉન્ટ સોમાસર કે મુળી માં નહીં ખોલેલ અને સુરેન્દ્રનગર રતનપર પ્રાઈવેટ બેન્ક માં એકાઉન્ટ ખોલાવી નાણાં જમા થયેલ છે તે પણ સરકાર ની ગાઈડ લાઈન મુજબ વિપરીત છે તેઓ એ અરજી માં મુદ્દાસર સ્પષ્ટ રીતે આધારપુરાવા સહિત લેખિતમાં અરજી પોલીસ સ્ટેશનમાં મુળી ખાતે કરી છે અને તેઓ ની સામે ફરીયાદ દાખલ કરવામાં આવે તેવી માંગ કરી હતી સુરેન્દ્રનગર જિલ્લામાં મનરેગા યોજના અંતર્ગત મોટો ભ્રષ્ટાચાર થયો છે તમામ ગામોમાં આ રીતે ભ્રષ્ટાચાર થયેલ છે અનેક રજૂઆતો પણ કરવામાં આવી છે જેમાં મૃતકો નાં નામે પણ નાણાં ચાઉં કરવામાં આવેલ બહાર આવેલ છે મનરેગા યોજના સામે અવાજ ઉઠાવનાર જાગૃત નાગરિક પર હુમલા પણ થયેલ છે ત્યારે આ સોમાસર ગામે સરપંચ પતિ પત્ની દ્વારા છેલ્લા ચાર વર્ષમાં કરોડો રૂપિયા ચાંઉ કરવામાં આવેલ છે તેમ ચમનલાલ વાઘેલા એ જણાવ્યું હતું

*રામકુભાઈ કરપડા મુળી*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.