દારૂ અને જુગાર રમાડતા ૧૨ કેસ માં સંડોવાયેલો આરોપી જડપાયો. - At This Time

દારૂ અને જુગાર રમાડતા ૧૨ કેસ માં સંડોવાયેલો આરોપી જડપાયો.


શહેરના વાડી પોલીસ સ્ટેશન ખાતે કારમાં પકડાયેલ ઇંગ્લીશ દારૂના ગુનામાં સંડોવાયેલ અને ફરાર આરોપી ધર્મેશ ઉર્ફે ધમાને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે . વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે ગત 22 જૂનના રોજ વાડી રતનપોળ કોલાખાડી ખાતેથી સ્વીફ્ટ કારમાં 25 હજારની કિંમતનો દારૂ મળી આવ્યો હતો . જેમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે દારૂનો જથ્થો ધર્મેશ ઉર્ફે ધમો રમણભાઇ પરમાર ( રહે . નવી ધરતી , કારેલીબાગ , વડોદરા ) એ આપ્યો હતો . જેથી પોલીસે નવી ધરતી રાણાવાસ ખાતેથી ઝડપી લીધો હતો . 1 ધર્મેશની ધરપકડ બાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપસા કરતા જાણવા મળ્યું હતું કે , તેની સામે કારેલીબાગમાં દારૂ અને જુગારના 11 કેસમ મળી કુલ 12 ગુના નોંધાયેલા છે.
ઉમેશ ભાટીયા.વડોદરા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.