રાજકોટ:ઉધોગપતિ, વેપારીઓ સાથે બનતા છેતરપીંડી બનાવોમાં SITની રચના - At This Time

રાજકોટ:ઉધોગપતિ, વેપારીઓ સાથે બનતા છેતરપીંડી બનાવોમાં SITની રચના


રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ઉધોગપતિ, વેપારીઓ સાથે બનતા છેતરપીંડી, ઠગાઇ, વિશ્વાસઘાતના આર્થિક ગુન્હાઓની તપાસ અનુસંધાને જિલ્લા કક્ષાએ એસઆઈટીની રચના રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા કરાઈ છે. રાજકોટ રૂરલ એસપી જયપાલસિંહ રાઠોડના જણાવ્યા મુજબ ગૃહમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને રાજકોટ ખાતે વેપારીઓ સાથે મીટીંગ યોજાઈ હતી.
જેમાં છેતરપીંડી, ઠગાઇ, વિશ્વાસઘાતના આર્થિક ગુન્હાઓના બનાવો બનતા હોય અરજદારની અરજીઓનો ઉંડાણપૂર્વક તપાસ થાય અને યોગ્ય ન્યાય મળે તે હેતુસર ઉધોગપતિ- વેપારીઓ દ્વારા રજુઆત કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લામાં ખુબ જ મોટા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારો આવેલ હોય જેથી વેપારીઓ સાથે અવાર - નવાર છેતરપીંડીની બાબતેની ફરીયાદ અરજીરૂપે આવતી હોય છે.
આ અરજી બાબતે આર્થિક રીતે ઠગાઇનો ભોગ બનતા ઉધોગપતિ વેપારીઓને સત્વરે ન્યાય મળે અને કોઇ હેરાનગતી ન થાય તે હેતુસર ગૃહમંત્રીની સુચનાથી પોલીસ મહાનિરીક્ષક, રાજકોટ વિભાગ, તથા પોલીસ અધિક્ષક રાજકોટ ગ્રામ્યનાઓના માર્ગદર્શન હેઠળ જિલ્લા કક્ષાએ આર્થિક ગુન્હાઓની તપાસ માટે સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરવામાં આવી છે. જેમાં નાયબ પોલીસ અધિક્ષકનું સુપરવિઝન રહેશે. ઉધોગપતિ, વેપારીમિત્રો સાથે છેતરપીંડી, ઠગાઇ, વિશ્વાસઘાતના આર્થિક ગુન્હાઓના બનાવ બને ત્યારે અત્રેની લોકલ ક્રાઇમ બ્રાંચનો સંપર્ક કરવા જણાવાયું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.